• Home
  • News
  • બ્રિટનના PMએ લોકડાઉન હટાવવાનો રોડમેપ જણાવ્યો, 8 માર્ચથી 21 જૂન સુધીમાં 4 સ્ટેપમાં પ્રતિબંધો ખતમ થઈ જશે
post

દુનિયામાં અત્યાર સુધીમાં 11.20 કરોડથી વધુ કેસ નોંધાયા, 24.79 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા, 8.74 કરોડ સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-23 08:38:20

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે દેશમાં લોકડાઉન હટાવવાનો રોડમેપ જાહેર કર્યો છે. 4 સ્ટેપમાં લોકડાઉન હટાવવામાં આવશે. તેની તારીખ જાહેર કરતા સમયે જોનસને કહ્યું કે ખતરો હજુ યથાવત છે. આવનારા મહિનાઓમાં હોસ્પિટલમાં એડમિટ થનારા દર્દીઓ અને મોતની સંખ્યા વધશે, કેમકે એક પણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% પ્રોટેક્શનનો વિશ્વાસ નથી આપી શકતી.

જોનસને જણાવ્યું કે રોડમેપના તમામ સ્ટેપ વચ્ચે 5 સપ્તાહનું અંતર રહેશે. કોઈ પણ પ્રકારની ઉતાવળ એટલે લોકડાઉન ફરી લગાડવાની ક્ષણ પણ આવી શકે છે અને હું આ ખતરો નહીં ઉઠાવું. તેઓએ સાંસદોને કહ્યું કે દરેક સ્ટેપમાં આપણાં નિર્ણયો પર તારીખના બદલે ડેટાની મહત્વની ભૂમિકા હશે.

તેઓએ કહ્યું કે જે લોકો તાત્કાલિક લોકડાઉન હટાવવાની વાત કરે છે, હું તેમની સ્થિતિ સમજું છું. લોકો જે તણાવ અનુભવી રહ્યાં છે કે બિઝનેસને નુકસાન થઈ રહ્યું છે, તેમની સાથે મારી સહાનુભૂતિ છે. PMએ કહ્યું કે લોકડાઉન હટાવવાની શરૂઆત સ્કૂલથી થશે. દેશમાં તમામ સ્કૂલ 8 માર્ચથી ફરી ખુલી જશે.

બ્રિટનમાં લોકડાઉન હટાવવાના 4 સ્ટેપ
8
માર્ચઃ સ્ટેપ 1

·         સ્કુલ ફરીથી ખુલશે, ચાઈલ્ડકેરની મંજૂરી હશે.

·         2 લોકો બહાર મળી શકશે.

·         એક મહેમાન ઘરમાં રોકાઈ શકશે.

·         સ્ટે એટ હોમ શરૂ કરવામાં આવશે.

12 એપ્રિલઃ સ્ટેપ 2

·         રિટેલ પર્સનલ કેર, સલુન, લાઈબ્રેરી, જિમ, ઝુ, થીમ પાર્ક ખોલવામાં આવશે.

·         પબ અને રેસ્ટોરન્ટ ખુલશે, કફર્યૂ નહીં લાગે.

·         સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ યથાવત રહેશે.

·         કોટેજમાં એક પરિવારને રહેવાની મંજૂરી હશે.

17 મેઃ સ્ટેપ 3

·         2 પરિવાર એકબીજાને મળી શકશે, હોટલ, સિનેમા, સોફ્ટ પ્લે એરિયા ફરી ખુલશે.

·         ઈન્ટરનેશનલ ટ્રાવેલ શરૂ થઈ શકે છે.

·         સોશિયલ ડિસ્ટન્સિંગનો રિવ્યૂ કરવામાં આવશે.

·         ટેસ્ટ અને વેક્સિનેશનનો રિવ્યૂ થશે.

21 જૂનઃ સ્ટેપ 4

·         સોશિયલ કોન્ટેક્ટને લઈને કોઈ રોક નહીં રહે

·         મોટા ઈવેન્ટ્સ પરથી પ્રતિબંધો હટી જશે.

·         હોટલ ખુલી શકે છે.

·         લગ્ન પર પ્રતિબંધો યથાવત રહી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post