• Home
  • News
  • ભાઈજાન અમદાવાદમાં:સલમાન ખાને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો ચલાવ્યો, સૂતરની આંટી ગળે પહેરવાને બદલે હાથે લપેટી
post

સલમાન ખાનને જોવા માટે ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:54:38

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. પોતાની નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા છે. તેમણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી દીધી હતી.

હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી
બોલિવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સલમાન ખાન અમદાવાદમાં આવતાં ની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.ગાંધી આશ્રમમાં હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી હતી.ગાંધી આશ્રમમાં સલમાને સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી હતી અને રેંટિયો ચલાવ્યો હતો.ગાંધી આશ્રમમાં આવતા VIP મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે તે પ્રમાણે જ સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ગળામાં પહેરાવવામાં આવેલી સૂતરની આંટી સલમાને હાથમાં પહેરી લીધી હતી અને હાથમાં પહેરીને જ આશ્રમની મુલાકાત કરી હતી.

સલમાનના ચાહકોએ બેરીકેટિંગ તોડ્યા
ઉપરાંત ગાંધીજીનો પારંપરિક રેટિયો પણ સલમાન ખાને હાથમાં સૂતરની આંટી લક્કીની જેમ પહેરીને જ ચલાવ્યો હતો. ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળતા હતા તે દરમિયાન આશ્રમમાં આવેલ મુલાકતીઓ અને સલમાનના ચાહકોએ બેરીકેડ તોડ્યા હતા અને સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી..આશ્રમથી નીકળતા સમયે પણ લોકો સલમાનની ગાડીને પણ ઘેરી હતી.

વિઝીટર બુકમાં પોતાનો અનુભવ શેર કર્યો
આશ્રમમાંથી જતા સલમાને વિઝીટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ જગ્યાએ આવીને મને ખુબ આનંદ થયો, અહીંયા આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે તે ક્યારેય નહીં ભૂલું,ફરીવાર આશ્રમ આવવાની ઈચ્છા છે..​ફિલ્માં પ્રમોશન માટે અમદાવાદ આવેલ સલમાન ખાન ગાંધી આશ્રમથી હોટલ હયાત ખાતે જવા રવાના થયા હતા.4 વાગે PVR સિનેમામાં દર્શકો પાસે મુવીના પ્રમોશન માટે જશે જે બાદ મુંબઇ જવા રવાના થશે.

ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર
સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ 'અંતિમ'ને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર જોવા મળે છે, જે એક શાંત શીખ પોલીસકર્મી છે જે પોતાનો ગુસ્સો ગુમાવતો નથી પરંતુ વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં છે. તે મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે.

ફિલ્મનું ડાયરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે
ફિલ્મનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાની માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. અંતિમ મનોરંજક ફિલ્મ છે. મહેશ માંજરેકરે ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડાયા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે. સલમાનને પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો બતાવાયો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે. આ ફિલ્મથી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post