• Home
  • News
  • બીએસએનએલને પુન:ર્જીવિત કરવાની યોજનાને મંજૂરી
post

કેન્દ્રીય કાયદા અને માહિતી મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે કહ્યું કે બીએસએનએલનું અસ્તિત્વ દેશના સ્ટ્રેટેજિક હિતમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 10:22:24

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા અને માહિતી મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે કહ્યું કે બીએસએનએલનું અસ્તિત્વ દેશના સ્ટ્રેટેજિક હિતમાં છે. પૂર વાવાઝોડા જેવી સ્થિતિમાં એ જ સૌથી પહેલાં વિના મૂલ્ય સેવા આપે છે. સરકાર બીએસએનએલને સંકટમાંથી ઉગારવા માટે સમાધાન શોધી રહી છે.

તેમણે કહ્યું કે બીએસએનએલની આવકનો 75 ટકા હિસ્સો કર્મચારીઓના પગારમાં જાય છે. જ્યારે અન્ય જગ્યાએ આ ખર્ચ 5થી 10 ટકા હોય છે. ઇન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવમાં પ્રસાદે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં ઘણી સમસ્યાઓ છે. સરકાર તેને ઉકેલવાની દિશામાં કામ કરી રહી છે. પરંતુ એવી આશા રખાય છે કે નેટવર્ક અપગ્રેડ થવાથી ગ્રાહકો પણ સંતુષ્ટ થશે. ગૃહમંત્રી અમિત શાહના વડપણ હેઠળના મંત્રીઓના જૂથે બીએસએનએલને પુન:ર્જીવિત કરવાની યોજનાને મંજૂરી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post