• Home
  • News
  • બુકીએ શાકિબને મોકલેલા મેસેજ ICCએ જાહેર કર્યા
post

બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી 20 ટીમના કેપ્ટન શાકિબ અલ હસન પર ICCએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 15:45:28

બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી 20 ટીમના કેપ્ટન શાકિબ અલ હસન પર ICCએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. તેના વિરુદ્ધ આ કાર્યવાહી બુકીના સંપર્ક કર્યા બાદ એ વાતને છૂપવવાના કારણે કરવામાં આવી છે. ICCએ બુકી દીપક અગ્રવાલ અને શાકિબ વચ્ચે થયેલી વાતચીત જાહેર કરી છે. બન્ને વચ્ચે વ્હોટ્સએપ પર ચેટિંગ થઇ હતી. ICC તરફથી જાહેર પ્રેસ રિલીઝ પ્રમાણે બુકીએ 2017માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન પહેલી વખત શાકિબ સાથે સંપર્ક કર્યો હતો.  ત્યારબાદ તે લગાતાર બુકીના સંપર્કમાં હતો. 

એપ્રિલ 2018માં થયેલી વાતચીત દરમિયાન અગ્રવાલે શાકિબ સાથે બિટકોઇન અને ડોલનો ઉલ્લેખ કરીને તેના અકાઉન્ટની જાણકારી માગી હતી. ત્યારબાદ શાકિબે કહ્યું કે તે પહેલા તેને મળવા માગે છે. શાકિબ પ્રમાણે ત્યારે તેને અહેસાસ થયો કે દીપક ધૂર્ત છે અને તેની વાતચીતથી તે બુકી હોવાની શંકા ગઇ.

ICCના એન્ટી કરપ્શન યુનિટને 26 એપ્રિલ 2018ના બન્ને વચ્ચે થયેલી વાતચીતના ઘણા મેસેજ ડિલીટ મળ્યા. તેના વિશે શાકિબે કહ્યું કે આ મેસેજમાં અગ્રવાલે તેની પાસેથી અંદરની જાણકારી માગી હતી. 

આટલું બધુ થયું હોવા છતાંય શાકિબે આ વિશે બીસીબી કે ICCને કોઇ જાણકારી આપી નહીં. જોકે તપાસ દરમિયાના શાકિબે ICCને જણાવ્યું કે તેણે બુકીના કોઇ પ્રસ્તાવને સ્વીકાર કર્યો નથી તેમજ કોઇ જાણકારી પણ આપી નથી. બુકી પાસેથી કોઇ ભેટ કે પૈસા પણ લીધા નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post