• Home
  • News
  • લોકડાઉનમાં કામ-ધંધો બંધ અને ફાઈનાન્સરો રૂપિયા માટે દબાણ કરતા યુવાને સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો
post

ક્યાં ફાઈનાન્સરો પાસેથી કેટલા રૂપિયા લીધા હતા તેની મહિતી કોઈની પાસે નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:12:41

સુરત: મૂળ અમરેલીનો અને ઘણા સમયથી સુરતમાં રહેતા અને ડેરીમાં નોકરી કરતા યુવકે ફાઈનાન્સરોના ત્રાસથી હેરાન થઈને પોતાના ઘરમાં ફાંસા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવકે સ્યુસાઇડ નોટ લખી છે. જોકે, તેમાં કોઈ ફાઈનાન્સરનું નામ લખેલું નથી.

લોકડાઉન હોવા છતા ફાઈનાન્સરો દબાણ કરતા હતા

પુણા પોલીસના જણાવ્યા અનુસાર મૂળ અમરેલીના સાવરકુંડલાના લુવારા ગામનો અરવિંદ નાજાભાઈ ક્વાડ( ઉ.વ.27) ઘણા સમયથી સુરતમાં રહે છે. અહી અલગ-અલગ પ્રકારનો કામ-ધંધો કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી ડેરીમાં નોકરી કરતો હતો. તેને ફાઈનાન્સરો પાસેથી વ્યાજે રૂપિયા પણ લીધા હતા. અરવિંદ તેનું સમયસર વ્યાજ પણ આપતો હતો. પરંતુ હવે લોકડાઉનના કારણે કોઈ પણ વ્યવસાય સારો નથી ચાલતો. બીજી તરફ ફાઈનાન્સરો અરવિંદ પર દબાણ કરતા હતા. ત્રણેક દિવસ પહેલા પણ ફાઈનાન્સરોએ ધમકી આપતા કહ્યું કે બે દિવસમાં રૂપિયા આપી દે જો નહીં આપે તો જાનથી મારી નાખીશું. 

પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ હાથ ધરી

અરવિંદે રૂમમાં એંગલ સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. તેણે ફાંસો ખાધો ત્યારે તેનો ભાઈ દીલીપ બાજુમાં સુતેલો હતો. તેને ખબર જ ન પડી. ભાઈ સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી. હાલ પુણા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ જણાવ્યું હતું કે દિલીપ ફરિયાદ આપશે તો ગુનો દાખલ કરીશું. જોકે, અરવિંદે ક્યાં ફાઈનાન્સરો પાસેથી કેટલા રૂપિયા અને શા માટે લીધા હતા તેની મહિતી કોઈની પાસે નથી.

અરવિંદની સ્યુસાઇડ નોટ અક્ષરશ:

નમો: નારાયણ, મારે સ્યુસાઇટ કરવાનું કારણ ભુખમરો નથી પણ મને ફાઈનાન્સવાળાએ કીધું છે કે બે દિવસમાં પૈસા ન આપે તો તને મારી નાખીશું અને આ લોક ડાઉન હોવાથી એ વસ્તુ મારાથી થાય એમ નથી.મે આ રૂપિયા ધંધામાં નાખ્યા છે,કોઈ મોજશોખ કરવા નહીં.તેથી મારા પાસે કોઈ રસ્તો નહી હોવાથી આ રસ્તો અપનાવો પડ્યો. હું ભુખમરાથી નથી સ્યુસાઇટ કરતો.ખાસ હું જાઉ પછી કોઈને એક પણ રૂપિયો દેવા નહીં.મારા માનું ખાસ ધ્યાન રાખજો.

મરનારે આત્મહત્યાનો વીડિયો ઉતાર્યો પરંતુ

અરવિંદે આત્મહત્યા કરવા પહેલા તેના મોબાઇલ ફોનમાં ફ્રન્ટ કેમેરો વીડિયો શુટિંગ મોડમાં મુકીને કેમેરો તેની દિશામાં મુકી દીધો હતો. આવી રીતે અરવિંદે આત્મહત્યા કરી તેનો વીડિયો બનાવ્યો હતો. સવારે અરવિંદના ભાઈએ વીડિયો હાથમાં લઈને જોવા ગયો ત્યારે ફોન લોક થઈ ગયો હતો. પોલીસ તેનું લોક ખોલવા માટે એક્સપર્ટની મદદ લઈ રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post