• Home
  • News
  • અમેરિકામાં હિન્દી સહિત 14 ભાષાઓમાં અભિયાન, સમર્થકોએ નારો બનાવ્યો- અપના નેતા કૈસા હો, જો બાઈડેન જૈસા હો
post

2016માં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નારો હિટ થયો, એટલે ચાલ્યો દાવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:44:02

વોશિંગ્ટન: પ્રભાવશાળી ભારતીય મૂળના અમેરિકનો સુધી પહોંચ બનાવા માટે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેનના સમર્થકોએ હિન્દી સહિત 14 ભાષામાં અભિયાન શરૂ કર્યું છે. બાઈડેનની પ્રચાર અભિયાન ટીમે અમેરિકા કા નેતા કૈસા હો, જો બાઈડે જૈસા હોચૂંટણી નારો બનાવ્યો છે. આ નારો દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના એક લોકપ્રિય ચૂંટણી નારામાંથી બનાવાયો છે. આ ઉપરાંત, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉર્દૂ, કન્નડ, મલાયલી સહિત બીજી ભારતીય ભાષાઓમાંથી પણ અનેક નારા બનાવાયા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટમી 3 નવેમ્બરના રોજ છે.

હકીકતમાં 2016માં ચૂંટણી નારા અબ કી બાર, ટ્રમ્પ સરકારને સફળતા મળી હતી. જે ભાજપના 2014ના અબ કી બાર, મોદી સરકારને આધારે બનાવાયો હતો. તેને જોતાં બાઈડેન માટે પણ એવો જ નારો તૈયાર કરાયો છે. બાઈડેનના ચૂંટણી પ્રચાર માટે રાષ્ટ્રિય નાણા સમિતિના સભ્ય અજય ભુટોરિયાએ જણાવ્યું કે, ભારતીય મૂળના મતદારો સાથે તેમની જ ભાષામાં સંવેદનાની યોજના બનાવી રહ્યા છીએ. બાઈડેન 14 ભાષામાં સંવેદ દ્વારા એશિયન-અમેરિકન એન્ડ પેસિફિક આઈલેન્ડર ટીમ સાથે સમન્વય કરી રહ્યા છે.

ટ્રમ્પે ફેરવી તોળ્યું, બોલ્યા, ચૂંટણી નથી ટાળવી, નકલી વોટથી બચવું જરૂરી
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી ટાળવાની વાતથી પલટી ગયા છે. તેમને પાર્ટીનું જ સમર્થન મળ્યું નથી. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ કહ્યું કે, ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી. આથી ટ્રમ્પે કહ્યું કે, તે ચૂંટણી ટાળવા નહીં, નકલી વોટથી બચવા માગે છે.

20 જાન્યુઆરી સુધી ચૂંટણી કરાવવી જ પડશે
અમેરિકાના બંધારણ અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પે સંસદના બંને ગૃહ - હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટમાંથી બિલ મંજૂર કરાવવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post