• Home
  • News
  • રુષિ સુનકની જેમ ભારતમાં પણ લઘુમતી પીએમ બની શકે? વિપક્ષોના સવાલનો ભાજપે આપ્યો આવો જવાબ
post

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે, મહેબૂબા મુફતી શું જમ્મુ કાશ્મીરમાં લઘુમતીને સીએમ તરીકે સ્વીકારશે?

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:08:27

નવી દિલ્હી: ભારતીય મૂળના રુષિ સુનક બ્રિટનના પીએમ બન્યા બાદ હવે ભારતમાં તેના પર રાજકારણ શરુ થઈ ગયુ છે.વિપક્ષો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ભારતમાં આવુ શક્ય છે ખરુ? જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ કહ્યુ હતુ કે, બ્રિટને એક લઘુમતીને પોતાના પીએમ તરીકે સ્વીકાર્યા છે જ્યારે આપણે ભારતમાં હજી એનઆરસી અને સીએએ જેવા ભાગલાવાદી કાયદા પર જ અટકી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યુ હતુ કે, સુનકે મેળવેલી ઉપલબ્ધિની ભારતીયો ખુશી મનાવી રહ્યા છે પણ ભારતમાં આવુ થઈ શકે ખરુ એવુ ઈમાનદારીથી આપણે પૂછવાની જરુર છે.

બીજી તરફ ભાજપે પણ તેના પ્રત્યાઘાત આપ્યા હતા.ભાજપના નેતા રવિશંકર પ્રસાદે  કહ્યુ છે કે, મહેબૂબા મુફતી શું જમ્મુ કાશ્મીરમાં લઘુમતીને સીએમ તરીકે સ્વીકારશે? સુનકની બ્રિટનના પીએમ તરીકે પસંદગી બાદ કેટલાક નેતાઓ ભારતમાં બહુમતી સામે સક્રિય થઈ ગયા છે.હું યાદ અપાવવા માંગુ છું કે , રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, પીએમ મનમોહનસિંહ લઘુમતી હતા.આદિવાસી દ્રૌપદી  મુર્મુ હવે આપણા રાષ્ટ્રપતિ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, રુષિ સુનકના તેમની અસાધારણ સફળતાના પગલે વખાણ થવા જોઈએ.તેની જગ્યાએ કેટલાક ભારતીય નેતાઓ આ વાતને પણ રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.જે દુખદ વાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post