• Home
  • News
  • કેપ્ટનનો ધડાકો:સિદ્ધુને મંત્રી બનાવવા પાક.થી ભલામણ આવી હતી: કેપ્ટન
post

સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનના વડાપ્રધાને અપીલ કરી હતી કે જો તમે નવજોતસિંહ સિદ્ધુને મંત્રીમંડળમાં સામેલ કરશો તો હું આભારી રહીશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 11:32:12

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહે દાવો કર્યો છે કે નવજોતસિંહ સિદ્ધુનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટેની ભલામણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરી હતી. કેપ્ટને કહ્યું હતું કે સિદ્ધુ કોઈ કામના નથી, તે તદ્દન અયોગ્ય વ્યક્તિ છે. કેપ્ટને કહ્યું હતું કે 28 નવેમ્બરે જ મેં સિદ્ધુને કેબિનેટમાંથી દૂર કર્યા હતા. તેમણે 70 દિવસ સુધી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી ભાજપની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું હતું કે દેશની સુરક્ષા અને સ્થિરતા માટે અમે સાથે આવ્યા છીએ. પાકિસ્તાનથી એક હજાર રાઇફલ, 500 પિસ્તોલ અને આરએસડી ડ્રોન પંજાબમાં મોકલવામાં આવ્યા હતા. આ વિશે અમે પંજાબ પોલીસ, બીએસએફને પૂછ્યું હતું તો જાણવા મળ્યું કે તે એક ચોક્કસ સ્થળે મોકલવામાં આવે છે.

જો સિદ્ધુ કામ ન કરે તો દૂર કરી શકો છો: ઇમરાન
સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટને જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાને અપીલ કરી હતી કે જો તમે નવજોતસિંહ સિદ્ધુને મંત્રીમંડળમાં સામેલ કરશો તો હું આભારી રહીશ. તેઓ મારા જૂના મિત્ર છે અને જો તેઓ સારું કામ નહીં કરે તો તમે એમને દૂર કરી શકો છો.અમરિંદર સિંહે આ દાવો કરતા જણાવ્યું હતું કે આ અપીલ મેં નકારી દીધી હતી અને સિદ્ધુને મારી કેબિનેટમાંથી હટાવી દીધા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post