• Home
  • News
  • અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ૩ના મોત
post

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-02 13:29:02

અમરેલી: અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં કારચાલકને ઝાકળ નડ્યો છે કે પછી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. કારની ઝડપ વધારે હોવાથી કારનો આગળના ભાગને પૂરી રીતે નુકસાન પહોંચ્યું છે અને બોનેટનો ભાગ ભુક્કો થઇ ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post