• Home
  • News
  • SG હાઇવે પર પૂર્વ DGP ખંડવાવાલાના પુત્રવધૂની કારને અકસ્માત
post

બન્ને પક્ષે સમાધાન થયું હોવાથી ફરિયાદ થઇ નહીં હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 09:55:26

અમદાવાદ: રાજપથ કલબ પાછળના ચિલ્ડ્રન પાર્ક પાસેથી સાંજે 7.30 વાગ્યે પૂર્વ ડીજીપી એસ.એસ.ખંડવાવાલાના પૂત્રવધુ બીએમડબલ્યુ કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવી દેતા તેમની ગાડી ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી. તે સમયે પાછળથી આવી રહેલી અન્ય એક BMW કાર સાથે અથડાતા બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો.


જેમાં ખંડવાલાલાના પુત્રવધૂને માથામાં સામાન્ય ઇજા થઇ હોવાથી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.બન્ને પક્ષે સમાધાન થયું હોવાથી ફરિયાદ થઇ નહીં હોવાનું ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલાએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post