• Home
  • News
  • 6.76 કરોડ રૂ.ના બોગસ બિલ બનાવવા બદલ નેવીના 4 અધિકારી સામે કેસ, દિલ્હી સહિત 4 રાજ્યોમાં વિવિધ સ્થળે દરોડા
post

આઇટી અને નેટવર્કિંગ હાર્ડવૅર સપ્લાયના નામે 2016માં બિલ બનાવ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 12:07:50

નવી દિલ્હી: સીબીઆઇએ નેવીના 4 અધિકારી તથા અન્ય 14 લોકોને ત્યાં દરોડા પાડ્યા છે. સીબીઆઇએ વેસ્ટર્ન નેવી કમાન્ડમાં આઇટી હાર્ડવૅરના સપ્લાયના નામે કથિતપણે 6.76 કરોડ રૂ.ના નકલી બિલ બનાવવા મામલે કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ દિલ્હી, મુંબઇ, કર્ણાટક અને ગુજરાતમાં જુદાં-જુદાં 26 સ્થળે દરોડા પાડીને કેસ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ અને 10 લાખ રૂ. રોકડા જપ્ત કર્યા છે.

નેવીના આ અધિકારીઓ- કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે, આર. પી. શર્મા અને પેટીએમ (એફએન્ડએ) ઓફિસર કુલદીપ સિંહ બઘેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને જાહેર ભંડોળ મેળવવા પોતાના સત્તાવાર હોદ્દાના દુરુપયોગના આરોપ છે. સીબીઆઇની એફઆઇઆર મુજબ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નેટવર્કિંગ સંબંધિત હાર્ડવૅરના સપ્લાય માટે મુંબઇમાં વેસ્ટર્ન નેવી કમાન્ડમાં 2016માં જાન્યુ.થી માર્ચ દરમિયાન બિલો બનાવાયાં હતાં.

આ અગાઉ ફેબ્રુ.માં પાક. માટે જાસૂસી કરવાના આરોપસર નેવીના 11 સૈનિકની ધરપકડ કરાઇ હતી. તેમની સાથે 2 નાગરિક પણ પકડાયા હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પાક.ના ગુપ્તચર એજન્ટોને નેવીની સંવેદનશીલ માહિતીઓ લીક કરતા હતા. પાક. એજન્ટોએ તેમને હની ટ્રેપમાં ફસાવી રાખ્યા હતા. નેવીના સૂત્રોએ જણાવ્યું કે જાસૂસી મામલે શંકાસ્પદ લોકો સાથે સંપર્ક ધરાવતા નેવીના અન્ય ઘણા જવાનોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની પણ સઘન તપાસ કરાઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post