• Home
  • News
  • રશિયામાં કેસ ચીનથી પણ વધી ગયા, એક દિવસમાં 6198 પોઝિટિવ મળ્યા
post

રશિયન સૈન્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 800થી વધી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:49:55

મોસ્કો: રશિયામાં કોરોનાના કેસ ચીનથી પણ વધી ગયા છે. રશિયામાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 6198 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કેસ 87,147 થઇ ચૂક્યા છે, જે આંકડો ચીનથી પણ વધુ છે. ચીનમાં સત્તાવાર રીતે કોરોનાના 84,500 કેસ નોંધાયા છે. બીજી તરફ રશિયન સૈન્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 800થી વધી ગયો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર તેમાંથી લગભગ અડધા જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. બાકીના જવાનો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. રશિયામાં કોરોનાના કારણે તાજેતરમાં વધુ 50 મોત થયા છે. તે સાથે રશિયામાં કુલ મૃત્યુઆંક 794 થયો છે. રશિયા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વનો 9મો દેશ બની ગયો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post