• Home
  • News
  • કેટ-વિકીના વેડિંગ:લગ્ન પહેલાં કેટરીના પરિવાર સાથે વિકી કૌશલના ઘરે ગઈ, આજે રાજસ્થાન જશે
post

કેટરીનાના ચહેરા પર આગવી રોનક જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-06 11:26:45

કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરવાના છે. ચાર દિવસ સુધી ચાલનારા આ લગ્નમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ હાજર રહેશે. રવિવાર, 5 ડિસેમ્બરે રાત્રે કેટરીના કૈફ પરિવાર સાથે વિકી કૌશલના ઘરે ગઈ હતી. આ સમયે તેણે વ્હાઇટ સાડી પહેરી હતી. આજે એટલે કે 6 ડિસેમ્બરે સવારે કેટરીના પરિવાર સાથે જયપુર રવાના થશે. કેટરીનાના ચહેરો લગ્નની ખુશીને કારણે ચમકી રહ્યો હતો.

કેટરીનાના ઘરની બહાર સામાન જોવા મળ્યો

સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં કેટની બિલ્ડિંગની નીચે ઘણી બધી બેગ્સ કારમાં મૂકાતી હતી. કેટરીનાની ટીમ આજે (6 ડિસેમ્બર) વહેલી સવારે રાજસ્થાન જવા નીકળી ગઈ હતી. વિકી કૌશલ તથા કેટરીનાનો પરિવાર બપોર પછી જયપુર જવા જશે. માનવામાં આવે છે કે કેટરીના-વિકીના પરિવારના 32 સભ્યો જયપુર આવશે.

મમ્મી તથા પરિવાર સાથે જોવા મળી
કેટરીના તથા વિકી કૌશલના વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા હોવાનું ચર્ચાય છે. 5 ડિસેમ્બરે પ્રી વેડિંગ ફંક્શન વિકી કૌશલના ઘરે યોજાયું હોવાની ચર્ચા છે. કેટરીના કૈફે સાડીમાં ઘણી જ સુંદર લાગતી હતી. કેટની સાથે તેનો ભાઈ, બહેન તથા મમ્મી પણ હતાં. કેટરીનાએ ફોટોગ્રાફર્સને હેપ્પી મૂડમાં પોઝ પણ આપ્યા હતા. કેટરીનાએ ડિઝાઇનર અર્પિતા મહેતાની રફેલ સાડી પહેરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post