• Home
  • News
  • કેન્દ્રએ કહ્યું- 370 હટાવવાનો નિર્ણય પાછો લેવો શક્ય નથી, જમ્મૂ-કાશ્મીરની સ્વાયત્તા અસ્થાયી હતી
post

5 જજોની બંધારણ પીઠ જમ્મૂ-કાશ્મીરમાંથી 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની એકસાથે સુનાવણી કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:45:49

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અનુચ્છેદ 370 હટાવીને જમ્મૂ-કાશ્મીરને ભારતીય સંઘમાં સામેલ કરી શખાય છે અને નિર્ણય પાછો લેવો શક્ય નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું કે જમ્મૂ-કાશ્મીરની સ્વાયત્તા અસ્થાઇ હતી. પાંચ જજોની બંધારણ પીઠ અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે 5 ઓગસ્ટે 370 હટાવીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો હતો.

એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલને કોર્ટમાં નવા કેન્દ્રશાસિત પ્રદેશને ભારતીય સંઘમાં સામેલ કરવાની પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે નિર્ણયને પાછો લેવો શક્ય નથી. તેમણે કહ્યું- હું જણાવવા માંગુ છું કે ભારત રાજ્યોનું સંઘ છે અને જમ્મૂ-કાશ્મીરની સ્વાયત્તા અસ્થાઇ હતી. જમ્મૂ-કાશ્મીરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભારતીય રાજ્યોના એકીકરણનો ઉદ્દેશ્ય દેશની અખંડતા બનાવી રાખવાનો છે.

કોર્ટમાં વકીલો વચ્ચે તકરાર
કેન્દ્ર સરકારસુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી એટર્ની જનરલે તેમની દલીલોના સમર્થનમાં કોર્ટમાં પાકિસ્તાની મીડિયા રિપોર્ટ સોંપવા માગ્યો પરંતુ રાજીવ ધવને તને રાજકીય દલીલ કહીને તેનો વિરોધ કર્યો.

જમ્મૂ-કાશ્મીર: રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- અનુચ્છેદ 370 હટાવવાને પડકાર આપતી જમ્મૂ-કાશ્મીર બાર એસોસિએશનના વકીલ ઝફર એહમદ શાહની મોટાભાગની દલીલો પણ રાજકીય હતી. તેઓ જે કંઇ પણ કરી રહ્યા છે તેનો કેસ સાથે કોઇ સંબંધ નથી. કોર્ટમાં જમ્મૂ-કાશ્મીરના અલગાવનું સમર્થન કરતી કોઇ દલીલની મંજૂરી આપી શકાય. અમે ખોટાને સાચુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

અરજદારવકીલ રાજીવ ધવને કહ્યું, ‘‘પહેલી વખત બંધારણના અનુચ્છેદ 3નો ઉપયોગ કરીને એક રાજ્યનો દરજ્જો ઘટાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો. જો કેન્દ્ર એક રાજ્ય માટે તેનો ઉપયોગ કરી શકે છે, તો કેન્દ્ર કોઇ પણ રાજ્ય માટે આવુ કરી શકે છે. ’’ ધવને જમ્મૂ-કાશ્મીરનો નકશો બતાવીને કહ્યું કે કેન્દ્ર સરાકારે રાજ્ય તરીકે અહીં વારંવાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. જો એટર્ની જનરલ ઈતિહાસમાં જવાહરલાલ નેહરૂને લાવી સકતા હોય તો હું પણ કોર્ટને નકશો દેખાડી શકુ છું. મને તમારી પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી.

એટર્ની જનરલે વીપી મેનનના પુસ્તકનો ઉલ્લેખ કર્યો
રાજ્યના ઈતિહાસની ચર્ચા કરતા એટર્ની જનરલે કહ્યું કે તેઓ તેમાં કહેવામાં આવેલી ઘણી વાતોથી સહમત નથી. ઉદાહરણ તરીકે જમ્મૂ-કાશ્મીરના મહારાજાએ પાકિસ્તાન સાથે યથાસ્થિતિ બનાવી રાખવાનો કરાર કર્યો હતો તેનાથી તેઓ સહમત નથી. એટર્ની જનરલે વી.પી.મેનનના પુસ્તક- ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સના ઘણા અંશોના હવાલાથી કહ્યું કે પુસ્તકમાં મહારાજા અને પાકિસ્તાનના સંબંધો વિશે જણાવવામાં આવ્યું છે. સાથે ભારતમાં સામેલ થવાના કરારોનો પણ ઉલ્લેખ છે.

બંધારણ પીઠ મામલાની સુનાવણી ચાલુ રાખશે
સુપ્રીમ કોર્ટમાં મામલે સુનાવણી માટે ગઠિત બંધારણ પીઠમાં જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ એસ.કે.કૌલ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. કોર્ટે બુધવારે પણ તેનાથી સંબંધિત અરજીઓની સુનાવણી કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post