• Home
  • News
  • લોન ફ્રોડ મામલામાં ચંદા અને દીપક કોચરને જામીન:બોમ્બે હાઇકોર્ટે કહ્યું- ધરપકડ કાયદાનુસાર નથી, જેલમાંથી છૂટશે
post

71 વર્ષના વેણુગોપલ ધૂતનો જન્મ મુંબઇમાં થયો હતો. તેમની ઓળખ ભારતીય બિઝનેસમેનની છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 19:32:29

બોમ્બે હાઇકોર્ટે સોમવારે ICICI બેન્કની પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને લોન ફ્રોડ મામલામાં રાહત આપી છે. કોર્ટે કહ્યું કે બંનીની ધરપકડ કાયદાનુસાર ન હતી. બંનેએ પોતાની ધરપકડને ગેરકાયદેસર બતાવતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો.

CBIએ ચંદા અને દીપક કોચર બંનેની 23 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. ત્યાર બાદ વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતની 26 ડિસેમ્બરના અટકાયત કરવામાં આવી. ત્રણેને 10 જાન્યુઆરી સુધી 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

કોચર દંપતીની જામીન અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને પીકે ચૌહાણની બેન્ચે કહ્યું કે તેમની ધરપક કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની સેક્શન 14Aના ઉલ્લંઘનમાં કરવામાં આવી છે.

આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીએ ધરપકડ કરતા પહેલા એક નોટિસ આપવી જોઇએ. હાઇકોર્ટે 1-1 લાખ રૂપિયાની રકમના જામીન પર બંનેને છોડી મૂકવાના આદેશ આપ્યા છે.

અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્રણે આરોપીઓ

·         23 ડિસેમ્બરે લોન ફ્રોડ કેસમાં ચંદા અને દીપક કોચરની ધરપકડ થઇ.

·         24 ડિસેમ્બરે સ્પેશિયલ કોર્ટે બંનેને 26 તારીખ સુધી CBI કસ્ટડીમાં મોકલી આપ્યા.

·         26 ડિસેમ્બરે CBIએ વીડિયોકોન ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને એરેસ્ટ કર્યા.

·         ત્રણે આરોપીઓને સ્પેશિયલ કોર્ટે 28 ડિસેમ્બર સુધી CBIની કસ્ટડીમાં મોકલ્યા.

·         28 ડિસેમ્બરે ત્રણે આરોપીઓની CBI કસ્ટડી એક દિવસ માટે વધારવામાં આવી.

·         29 ડિસેમ્બરે આરોપીઓને 10 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા.

·         9 જાન્યુઆરીએ બોમ્બે હાઇકોર્ટે કહ્યું, કોચરની ધરપકડ કાયદાનુસાર નહોતી.

નિયમોને નજર અંદાજ કરી લોન આપી
આરોપ છે કે જ્યારે ચંદા કોચરે દેશની મોટી પ્રાઇવેટ બેન્કોમાંની એક ICICI બેન્કની કમાન સંભાળી તે વીડિયોકોનની વિભિન્ન કંપનીઓને નિયમોને નજર અંદાજ કરી કેટલીક લોન મંજૂર કરી. 2012માં વીડિયોકોન ગ્રુપની કંપનીઓના 6 એકાઉન્ટની બાકીને ડોમેસ્ટિક ડેટ રિફાઇનાન્સિંગ હેઠળ સ્વીકૃત 1,739 કરોડ રૂપિયાની લોનમાં એડજસ્ટ કરી હતી.

CBIએ બતાવ્યું કે 2012માં આપવામાં આવેલી 3,250 કરોડની લોનમાંથી 2,810 કરોડ રૂપિયા (લગભગ 86%) નથી ચૂકવવામાં આવ્યા. વીડિયોકોન અને તેની ગ્રુપ કંપનીઓના એકાઉન્ટને જૂન 2017માં NPA જાહેર કરવામાં આવી હતી. NPA જાહેર કરતા બેન્કને નુકસાન થયું હતું.

24 જાન્યુઆરી 2019ના FIR
ટોપ મેનેજમેન્ટની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પછી કેટલીય એજન્સીઓનું ધ્યાન તે તરફ ગયું. જોકે તે મહિને બેન્કે નિવેદન જાહેર કરી કહ્યું કે તેમને ચંદા કોચર પર સંપૂર્ણ ભરોસો છે. વીડિયોકોન ગ્રુપની લોન પાસ કરવામાં ચંદા કોચરની ભૂમિકાની તપાસ પછી આ નિવેદન આપવામાં આવ્યું. એડન્સીઓ પોતાની રીતે તપાસ કરી રહી છે અને બેન્ક પર પ્રેશર વધ્યા બાદ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ CBI24 જાન્યુઆરી 2019ના FIR દાખલ કરી.

ચંદા, દીપક, ધૂત સહિત 4 કંપનીઓનાં નામ
CBI
ના લોન ફ્રોડ મામલામાં ચંદા કોચર, દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતની સાથે-સાથે નૂપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઇન્ટનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને IPCની ક્રિમિનલ કોન્સપિરેસી, ચીટિંગ અને કરપ્શન સાથે જોડાયેલી કલમો હેઠળ રજિસ્ટર્ડ FIRમાં આરોપી બનાવ્યા હતા.

2020માં EDએ કર્યા હતા એરેસ્ટ
જાન્યુઆરી 2020માં પ્રવર્તન નિર્દેશાલયે કોચર પરિવારની 78 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હરાજી કરી હતી. ત્યાર બાદ એજન્સીએ કેટલીય વાર પૂછપરછ પછી દીપક કોટરને ધન શોધન નિવારણ અધિનિયમ (PMLA)ની કલમો હેઠળ ધરપકડ કરી હતી.

2015માં ભારતના 61મા અમીર હતા ધૂત
71
વર્ષના વેણુગોપલ ધૂતનો જન્મ મુંબઇમાં થયો હતો. તેમની ઓળખ ભારતીય બિઝનેસમેનની છે. ફોર્બ્સના અનુસાર 2015માં તેમની સંપત્તિ 1.19 બિલિયન ડોલર હતી અને ત્યારે તે ભારતના 61મા અને દુનિયાના 1190 સૌથી અમીર માણસ હતા. વીડિયોકોનના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપે તેમણે કામ કર્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post