• Home
  • News
  • ચેન્નઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચીને પ્લેઑફનું સ્થાન મજબૂત બનાવ્યું
post

ગાયકવાડે અણનમ 42 રન બનાવ્યા તો સીમરજીતે 3 મહત્વની વિકેટ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-13 11:27:39

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે IPL-2024ના પ્લેઑફની પોતાની આશા વધુ મજબૂત કરી છે. ટીમે વર્તમાન સિઝનની 61મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નઈના 13 મેચ બાદ 14 પોઈન્ટ છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા અને ચેન્નઈને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નઈએ 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. CSK તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે સિમરજીત સિંહે 3 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનને હરાવીને ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમના 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 પોઈન્ટ છે. બીજી તરફ રાજસ્થાન હાર છતાં બીજા સ્થાને છે. ટીમના 12 મેચમાં 8 જીત અને 4 હારથી 16 પોઈન્ટ છે.

જાડેજા ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ​​​​​​​ આઉટ

ચેન્નઈને 16મી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. રવીન્દ્ર જાડેજાને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ એટલે કે મેદાનમાં અવરોધ ઉભો કરવા બદલ અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. જાડેજાએ 6 બોલમાં 5 રન બનાવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post