• Home
  • News
  • ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન
post

આ પહેલાં ‘બેબી ડોલ’ ફૅમ સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 11:58:29

મુંબઈ. ચેન્નઈ એક્સપ્રેસતથા રા.વનજેવી ફિલ્મના પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝાનો કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શાઝાને મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને મોરાની પરિવારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. એન્ટરટેઈન્મેન્ટ સાઈટ સ્પોટબોયના મતે, આ વાતની પુષ્ટિ BMCના અધિકારી રેણુ હંસરાજે કરી હતી. 

શાઝાની ફોરેન હિસ્ટ્રી નથી
કરીમ મોરાનીના મતે, શાઝા ના વિદેશ ગઈ છે અને ના વિદેશથી પરત ફરેલા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવી છે. આવામાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવવો તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સૂત્રોના મતે, શાઝાની તબિયત સ્થિર છે. પરિવારને વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં રિકવર થઈ જશે. મોરાની પરિવારના અન્ય સભ્યોનો પણ કોરોનાવાઈરસનો ટેસ્ટ કરવામાં આવશે. 

બોલિવૂડમાં બીજો કેસ
બોલિવૂડમાં કોરોનાવાઈરસનો આ બીજો કેસ છે. આ પહેલાં બેબી ડોલફૅમ સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી હતી. સતત ચાર વાર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, 4 એપ્રિલ તથા 5 એપ્રિલના રોજ કનિકાનો પાંચમો તથા છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. 20 માર્ચથી હોસ્પિટલમાં દાખલ કનિકાને રજા આપી દેવામાં આવી છે.