• Home
  • News
  • પ્રમોશન / એસિડ અટેક સર્વાઇવર્સ માટે 8 જાન્યુઆરીએ મુંબઈમાં ‘છપાક’નું સ્પેશિયલ પ્રીમિયર યોજાશે
post

લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર આ ફિલ્મ આધારિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:42:23

મુંબઈ : દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મછપાક’ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. મેકર્સે મુંબઈમાં 8 જાન્યુઆરીના રોજ એક સ્પેશિયલ પ્રીમિયરનું આયોજન કર્યું છે. પ્રીમિયરમાં બોલિવૂડ સેલેબ્સની સાથે એસિડ અટેક સર્વાઇવર્સ પણ સામેલ થશે જે ફિલ્મની સ્ટારકાસ્ટનો હિસ્સો છે.



લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર ફિલ્મ આધારિત છે. તેની સાથે અન્ય એસિડ અટેક સર્વાઇવર્સ જીતુ શર્મા, રીતુ સૈની, બાલા પ્રજાપતિ અને કુંતી સોની પણ તે ઇવેન્ટમાં હાજર રહેશે. ચારેયે ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેઓ અન્ય બોલિવૂડ સેલેબ્સ સાથે પ્રીમિયરમાં હાજરી આપશે.

ફિલ્મના પ્રમોશન માટે હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ વિવિધ જગ્યાએ ફરી રહી છે. ગઈકાલે 5 જાન્યુઆરીના રોજ દીપિકાએ તેનો જન્મદિવસ એસિડ અટેક સર્વાઇવર્સ સાથે લખનઉમાં શીરોઝ કેફેમાં સેલિબ્રેટ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post