• Home
  • News
  • છત્તીસગઢના વૈજ્ઞાનિકોએ બ્લડ પ્રેશર કંટ્રોલ કરનારી કુકીઝ બનાવી, આનાથી ખેડૂતોની આવક વધશે
post

મૈનપાટમાં આ પ્રયોગ કરાઈ રહ્યો છે, ખેડૂતોને કુકીઝ બનાવવા અને પ્રોડક્ટ માર્કેટિંગ પણ શીખી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 10:26:19

રાયપુરઃ છત્તીસગઢના મૈનપાટના કૃષિ વૈજ્ઞાનિકોએ એક એવી કુકીઝ તૈયાર કરી છે, જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ નિવડશે. આમા કુકીઝમાં રહેલા પ્રોટીન અને આર્યન સ્વાસ્થ્યને વધુ શ્રેષ્ઠ બનાવવાશે. કુકી ટાઉ (કુટ્ટુ)( ઘઉંની જેમ એક પ્રકારનું અનાજ.)ના લોટથી તૈયાર કરવામાં આવી રહી છે. ટાઉની ખેતી સરગુજા સંભાગના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. આખા સંભાગના લગભગ 4 હજાર હેક્ટરમાં આની ખેતી થઈ રહી છે. માત્ર મૈનપાટમાં 1600 હેક્ટરમાં તેની ખેતી કરવામાં આવી રહી છે. ટાઉનો લોટ અત્યાર સુધી બજારમાં હતો. હવે તેમાંથી સ્વસ્થ્ય અને હેલ્થી કુકીઝ બનાવીને એક નવું પ્રોડક્ટ ખેડૂતોની આવક વધારવાનું પણ કામ કરશે.

કુકીઝમાં ગુણ છે : 
મૈનપાટ કૃષિ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ શર્માએ જણાવ્યું કે, ટાઉ(કુટ્ટુ)ના લોટમાં મેગનીઝ હોય છે, જે હાડકાં માટે ફાયદાકારક છે. જેમાં આર્યન, પ્રોટીન અને જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે. જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદરૂર છે, જેમાં ફાઈબર ઉપરાંત મેગ્નેશિયમ પણ હોય છે. લોટમાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે, જે લીવર માટે ફાયદાકારક છે. છત્તીસગઢમાં ઘણી બધી મહિલાઓને એનીમિયા છે, લોટમાં રોગ સામે લડનારા તત્વો છે. સામાન્ય કુકીઝમાં મેંદો અને ખાંડ હોય છે.

છે પ્રોજેક્ટ

છત્તીસગઢની ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય હેઠળ મૈનપાટનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કામ કરે છે. અહીંયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ શર્માએ જણાવ્યું કે અમારી ટીમ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. એસ કે પાટિલના આદેશો પ્રમાણે કામ કરી રહી છે.


હાલ તો કુકીઝ નાના પાયે બનાવાઈ રહી છે. તંત્ર પાસે અમને નાના પ્રોસેસિંગ યુનિટની માંગ કરી છે. અત્યાર સુધી ખેડૂતો ટાઉના દાણા વેચી રહ્યા હતા. જેના તેમને પ્રતિ કિલોના 40 થી 60 રૂપિયા મળી રહ્યા હતા. કુકીઝને બનાવવા પાછળ 300 રૂપિયાનો ખર્ચ થાય છે. એક કિલો લોટમાં 3 કિલો કુકીઝ બને છે જે 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જે ખેડૂતોની આવકને બમણી કરી શકે છે.

છત્તીસગઢમાં ટાઉ

જાણકારો પ્રમાણે, લગભગ 4થી 5 દાયકા પહેલા તિબેટીયન શરણાર્થીઓને છત્તીસગઢના મૈનપાટમાં વસવાટ કરાવાયો હતો. ઊંચાઈ પર થનારા પાક ટાઉને વર્ગ પોતાની સાથે સાંસ્કૃતિક વારસા તરીકે છત્તીસગઢ લાવ્યો હતો. તિબેટની જેમ મૈનપાટનું વાતાવરણ અને જળવાયુ હોવાના કારણે તિબેટીયનોનું મન લાગી ગયું હતું. હવે તેમની પાસેથી શીખ લઈને અહીંયાના આદિવાસીઓ અને યાદવ સમુદાયના ખેડૂતો પણ ટાઉની ખેતી કરી રહ્યા છે. અત્યાર સુધી તેનો લોટ અને દાણા વેચવામાં આવી રહ્યા હતા. સૌથી વધારે ફાયદો પ્રોડક્ટને અન્ય રાજ્યોમાં વેચનારા વચેટીયાઓને થઈ રહ્યો છે. કુકીઝના પ્રયોગથી ખેડૂતોને ઘણી આશા છે.

adv

Related News

post
post
post
post
post
post
post