• Home
  • News
  • PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ
post

કેરાલા પોલીસ વડાને લખેલા પત્રમાં આયોગે કહ્યુ છે કે, અમને બાળક દ્વારા ભડકાઉ નારા લગાવવા અંગે ફરિયાદ મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:29:50

નવી દિલ્હી: મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા દ્વારા કેરાલામાં 21 મેના રોજ લોકશાહી બચાવો રેલીનુ આયોજન કરાયુ હતુ. આ રેલીમાં એક વ્યક્તિના ખભા પર બેઠેલા નાના બાળક દ્વારા લગાવાઈ રહેલા ભડકાઉ નારાઓનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મામલામાં જવાબદાર લોકો સામે પોલીસ કેસ કરવા માટે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા માંગ કરવામાં આવી છે.

કેરાલા પોલીસ વડાને લખેલા પત્રમાં આયોગે કહ્યુ છે કે, અમને બાળક દ્વારા ભડકાઉ નારા લગાવવા અંગે ફરિયાદ મળી છે. વિડિયોમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાનો ઝંડો પણ નજરે પડી રહ્યો છે. આ વિડિયો વાયરલ થયા બાદ પણ કેરાલા પોલીસ દ્વારા બાળકના માતા પિતા અને પીએફઆઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે સાથે આયોગે કહ્યુ હતુ કે, પીએફઆઈ દ્વારા બાળકોનો ઉપયોગ બે સમુદાય વચ્ચે નફરત ફેલાવવા અને દુશ્મની ઉભી કરવા માટે કરી રહી છે તે વાત ઘણી દુખદ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post