• Home
  • News
  • ચીનની પાસે આપણા કરતા બેગણી લેબર ફોર્સ; આપણી જેટલી વસ્તી ગામડાઓમાં રહે છે, તેનાથી વધુ લોકો ચીનના શહેરમાં રહે છે
post

ચીનની 135.65 કરોડ વસ્તી શિક્ષિત છે, જ્યારે ભારતની 76.36 કરોડ વસ્તી શિક્ષિત છે, ભારતમાં 34 ટકા વસ્તી અશિક્ષિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 12:12:34

નવી દિલ્હી: ભારત અને ચીન વસ્તી મુજબ જોઈએ તો વિશ્વના સૌથી મોટા દેશ છે. બંને એકબીજાના પાડોશી પણ છે. બાંગ્લાદેશ પછી ચીન બીજો દેશ છે, જેની સાથે ભારતની સીમા સૌથી લાંબી છે. બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે 4 હજાર 96 કિમી લાંબી સીમા છે અને ચીનની સાથે 3 હજાર 4788 કિમી લાંબી છે.

બંને દેશોની વચ્ચે બે મહીનાથી સીમા પર તણાવ પણ ચાલી રહ્યો છે. જોકે સીમા પરનો આ તણાવ નવો નથી. આઝાદી પછી બંને દેશોની વચ્ચે સીમા સાથે જોડાયેલા મામલાઓને લઈને તણાવ થતો રહ્યો છે. બંને દેશ વચ્ચે 1962માં એક યુદ્ધ પણ થયું હતું. જોકે આ યુદ્ધમાં આપણા હાથમાંથી અક્સાઈ ચીન પણ નીકળી ગયું હતું.

ભારત 1947માં આઝાદ થયું અને ચીનમાં 1949થી કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. એક સમય હતો, જ્યારે ભારત અને ચીનના જીડીપીમાં વધુ અંતર ન હતું. 1980માં ભારતની જીડીપી 186 અબજ ડોલર હતી અને ચીનની 191 અબજ ડોલર. જોકે આજે જીડીપીની રીતે ચીન બીજા નંબરે છે અને ભારત 5માં નંબર પર છે. બંને જીડીપીની વચ્ચે હવે લગભગ 7 ગણુ અંતર છે.

માત્ર જીડીપી જ નહિ પરંતુ બીજી પણ ઘણી બાબતોમાં ચીન આજે આપણા કરતું ઘણું આગળ નીકળી ગયું છે. તેનું એક કારણ એ જ છે કે ચીને તેની વસ્તીનો ઉપયોગ કર્યો અને આજે આપણા ત્યાં મોટાભાગના લોકો બેરોજગાર જ છે.

5 પેરામીટર, જે દર્શાવે છે ભારત-ચીનની વચ્ચે કેટલુ અંતર છે ?

1. એરિયાઃ ચીન અમારાથી ત્રણ ગણું મોટું
વિશ્વનો સૌથી મોટો દેશ રશિયાછે, જે 1.70 કરોડ વર્ગ કિમીથી વધુ એરિયામાં ફેલાયો છે. બીજા નંબર પર કેનેડા છે. ત્રીજા નંબરે ચીન છે, જે 95.96 લાખ વર્ગ કિમીમાં ફેલાયેલો છે. પછીથી અમેરિકા, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા છે. 7માં નંબરે ભારત છે. ભારતનો કુલ એરિયા 32.87 લાખ વર્ગ કિમી છે. આ હિસાબથી ચીન આપણા કરતા ત્રણગણું મોટું છે.

2. વસ્તીઃ ચીનમાં 97 ટકાથી વધુ શિક્ષિત લોકો
ભારત અને ચીનની વસ્તીમાં હવે વધુ અંતર નથી. ચીનની વસ્તી 139.27 કરોડ છે અને ભારતની 138.72 કરોડ છે. બંને દેશોમાં પુરુષ-મહિલાની વસ્તીમાં પણ થોડું અંતર છે. જોકે સૌથી મોટું અંતર શિક્ષિત અને અશક્ષિત વસ્તીમાં છે.

ચીનની 135.56 કરોડ વસ્તી શિક્ષિત છે, જ્યારે ભારતની 76.36 કરોડ વસ્તી જ ભણેલી-ગણેલી છે. ભારતની 34 ટકાથી વધુ વસ્તી તો અશિક્ષિત છે. જોકે ચીનની માત્ર અઢી ટકા જ વસ્તી એવી છે, જે ભણેલી-ગણેલી નથી. ભારતમાં ચીનની સરખામણીમાં 24 વર્ષ સુધીની વસ્તી વધુ છે. જોકે આપણા ત્યા મોટી ઉમરના લોકોની વસ્તી પણ ચીન કરતા વધુ છે.

3. જીડીપીઃ ચીનની જીડીપી આપણા કરતા 7 ગણી વધુ
આંકડાઓના જણાવ્યા મુજબ, ચીનની જીડીપી 13 ટ્રિલિયન ડોલર એટલે કે 1 હજાર 15 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે ભારતની જીડીપી 147.79 લાખ કરોડ રૂપિયા છે. જીડીપીમાં જ નહિ પરંતુ કેપિટલ ઈન્કમમાં પણ ચીન આપણા કરતા ત્રણગણું આગળ છે.

ચીનના લોકોની પર કેપિટા ઈન્કમ 30 હજાર 733 યુઆન એટલે કે 3.28 લાખ રૂપિયાથી વધુ છે અને ભારતમાં દરેક વ્યક્તિની વાર્ષિક કમાણી 1.35 લાખ રૂપિયા જ છે. આ સિવાય ભારત પર ડિસેમ્બર 2019 સુધીમાં 40.18 લાખ કરોડ રૂપિયાથી વધુ વિદેશી દેવું છે. જ્યારે સપ્ટેમ્બર 2019 સુધીમાં ચીન પર 15 હજાર 200 કરોડ રૂપિયાનું વિદેશી દેવું હતું.

4. બજેટઃ ચીનનું બજેટ આપણા કરતા 8 ગણુ વધુ
ભારતનું બજેટ 30.42 લાખ કરોડ રૂપિયા અને ચીનનું 258.40 લાખ કરોડ રૂપિયા. એટલે કે ચીનનું બજેટ ભારતના બજેટની સરખામણીએ 8 ગણાથી વધુ છે. એટલું જ નહિ ડિફેન્સ, એજ્યુકેશન અને હેલ્થ બજેટમાં પણ ચીન આપણા કરતા ઘણુ આગળ છે. 

તાજેતરમાં જ ચીનને તેનું ડિફેન્સ બજેટ વધાર્યું હતું અને હવે તેનું ડિફેન્સ બજેટ 13.47 લાખ કરોડ રૂપિયા છે. જોકે ભારતનું ડિફેન્સ બજેટ ચીનની સરખામણીમાં ચારગણું ઓછું છે. આ વર્ષે ભારતે ડિફેન્સ માટે 4.71 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

5.લેબર ફોર્સઃ ચીનની પાસે આપણા કરતા બેગણા કામદાર
ભારતમાં 2017-18માં બેરોજગારી દર 6.1 ટકા પર આવી ગયો છે. તે 45 વર્ષમાં સૌથી વધુ છે. જોકે ચીનમાં બેરોજગારી દર 3.6 ટકા છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની પાસે 36.25 કરોડ લેબર્સ ફોર્સ છે અને ચીનની પાસે 2019 સુધીમાં 78.08 કરોડ કામદાર હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post