• Home
  • News
  • ચીન કરોડો લોકોના DNA સેમ્પલ એકત્ર કરી રહ્યું છે, દરેક વિરોધીઓના અવાજને દબાવવાની તૈયારી
post

પુરાવા સામે આવ્યા, સ્કૂલના બાળકોના પણ બ્લડ સેમ્પલ એકત્ર કરવામા આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 12:09:46

ન્યૂયોર્ક: ચીનની સરકાર દેશભરના કરોડો લોકોના DNA સેમ્પલ એકત્ર કરી રહી છે. DNAની મદદથી એક જેનેટિક ડેટાબેઝ તૈયાર કરવામા આવી રહ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોનો સર્વેલન્સ કરવાનો છે.

ટોરન્ટો યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના Phdના વિદ્યાર્થી એમિલ ડર્ક અને ચીનના વંશીય મામલાઓના એક્સપર્ટ જેમ્સ લિબોલ્ટે ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે. તેમણે જણાવ્યું કે ચીનમાં સરકાર સામે અસંતોષ જાહેર કરવો સૌથી મોટો ગુનો છે. પોલીસનું સૌથી અગત્યનું કામ આ અસંતોષને દાબી દેવાનું છે. તેના કારણે DNA સેમ્પલ એકઠા કરીને લોકોની દેખરેખ રાખવાનું ષડયંત્ર કરવામા આવી રહ્યું છે.

તેમના જણાવ્યા પ્રમાણે અધિકારીઓનો ટાર્ગેટ સાડા ત્રણથી સાત કરોડ લોકોના DNA સેમ્પલ એકત્ર કરવાનો છે. આ સેમ્પલ સરકાર માટે એક મોટું હથિયાર બનશે. તેની મદદથી ચીનની સરકાર લોકોને ટ્રેક કરી શકશે. જોકે ચીનની સરકારે આ પ્રકારના પ્રોગ્રામની વાતને રદિયો આપ્યો છે.

પુરાવા રજૂ કર્યા
લેખકોએ ચીનના આ કાર્યક્રમ અંગે મોટા પાયે ખુલાસો કર્યો છે. તેમણે પુરાવા પણ રજૂ કર્યા છે. ચીનના સિચુઆન પ્રાંતની સરકારી વેબસાઇટ પર 16 જૂનનો એક રિપોર્ટ મળ્યો છે. તેમાં સિચુઆનની રાજધાની ચેંગદૂમાં પબ્લિક સિક્યોરિટી બ્યૂરો તરફથી DNA ડેટાબેઝ તૈયાર કરવાની જાણકારી છે. આ રિપોર્ટમાં કેવી રીતે 17 પબ્લિક સિક્યોરિટી ઓફિસ અને શહેરના છ લાખ પુરુષોના DNA સેમ્પલ એકત્ર કરવામા આવ્યા તેનું વિવરણ છે. સ્કૂલના બાળકોના બ્લડ સેમ્પલ પણ એકત્ર થઇ રહ્યા છે. આવુ કરવુ UNના રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડનું ઉલ્લંઘન છે.

આખા દેશમાંથી સેમ્પલ એકઠા કર્યા
આર્ટિકલમાં જણાવ્યા પ્રમાણે ચીનનો આ કાર્યક્રમ માત્ર શિનજિયાંગ અને તિબેટ સુધી જ સિમિત નથી પરંતુ આખા દેશમાંથી DNA એકત્ર કરવામા આવી રહ્યા છે. દક્ષિણ પશ્વિમમાં યુન્નાન અને ગુઇઝોઉ, કેન્દ્રના હુનાના, પૂર્વના શેનડૌંગ અને જિયાંગ્સુ તેમજ ઉત્તરમાં મંગોલિયાના સ્વાયત્ત ક્ષેત્રમાં આ કાર્યક્રમ મોટા પાયે ચલાવવામા આવી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post