• Home
  • News
  • ગલવાન અંગે પહેલી વખત ચીનનું કબૂલનામું:અથડામણના 8 મહિના પછી ચીને તેના 4 સૈનિકનાં મોતની વાત કબૂલી, તમામને હીરોનો દરજ્જો આપ્યો
post

ડિસએન્ગેજમેન્ટની સમજૂતી હેઠળ, ચીનની સેના પેન્ગોન્ગ લેક પાસે પીછેહઠ કરી રહી છે. ચીની સેનાએ અહીં 100થી વધુ બંકર બનાવી લીધાં હતાં. જેને તોડવામાં આવી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 09:33:30

લદાખની ગલવાન ઘાટીમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર ભારતીય સેનાની અથડામણમાં ચીની ફોજના 4 સૈનિકનાં મોત થયાં હતાં. ચીને લગભગ 8 મહિને ઘટસ્ફોટ કરતાં તેમનાં નામ જાહેર કર્યાં છે. ગલવાનમાં ગત વર્ષે 15-16 જૂનની રાતે બન્ને દેશોના સૈનિકોમાં અથડામણ થઈ હતી, જેમાં ભારતના કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાન શહીદ થયા હતા.

ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ મિલિટરી કમિશને શુક્રવારે સ્વીકાર્યું કે કારાકોરમ માઉન્ટેઇન પર તહેનાત 4 ફ્રન્ટિયર ઓફિસર્સ અને સોલ્જર્સનાં ભારત સાથેની અથડામણમાં મોત થયાં હતાં. દેશની સંપ્રભુતાની રક્ષામાં તેમનાં યોગદાન માટે પ્રશંસા પણ કરવામાં આવી છે.

સૈનિકોને હીરોનો દરજ્જો આપ્યો
સેન્ટ્રલ મિલિટરી કમિશને આ સૈનિકોને હીરોનો દરજ્જો આપ્યો છે, જેમાં PLA શિનજિયાંગ મિલિટરી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર ક્યૂઈ ફેબાઓને હીરો રેજિમેન્ટ કમાન્ડર ફોર ડિફેન્ડિંગ ધ બોર્ડર, ચેન હોંગજૂનને હીરો ટુ ડિફેન્ડ ધ બોર્ડર અને ચેન જિયાનગ્રોન્ગ, જિયાઓ સિયુઆન અને વાંગ જુઓરનને ફર્સ્ટ ક્લાસ મેરિટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પહેલી વખત પોતાના સૈનિકોનાં મોતની વાત કબૂલી
આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ચીને આ અધિકારીઓ અને સૈનિકોનાં મોતની વાત કબૂલી છે. અત્યારસુધી તે ગલવાનમાં ઘાયલ થયેલા અને મૃતકોની સંખ્યા છુપાવતો રહ્યો હતો. પાંચ સૈનિકોને અવોર્ડ આપતી વખતે ગલવાનમાં બનેલા ઘટનાક્રમ વિશે પણ જણાવવામાં આવ્યું
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ જણાવ્યું કે, કેવી રીતે LAC પર ભારતીય સેનાએ મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિક ચીની સૈનિકોને પાછળ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકોએ સ્ટીલ ટ્યૂબ, લાકડીઓ અને પથ્થરોના હુમલા વચ્ચે દેશની સંપ્રભુતાનો બચાવ કર્યો.

ભારત પર ગલવાનની જવાબદારી નાખી
બન્ને દેશો વચ્ચે લગભગ 45 વર્ષમાં આ સૌથી મોટી અથડામણ હતી. પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે આમા ચીની સેનાના 40થી વધુ સૈનિક માર્યા ગયા હતા. PLAએ આ અથડામણ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. તેણે કહ્યું હતું કે એપ્રિલ 2020 પછી વિદેશી સેનાએ ગત વખતની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કરીને રસ્તા અને પુલોનું નિર્માણ કર્યું. જાણીજોઈને સરહદ પર પોતાની સ્થિતિને બદલતા જોઈ તેમણે કોમ્યુનિકેશન માટે મોકલવામાં આવેલા ચીની સૈનિકો પર હિંસક હુમલો કર્યો.

પોતાના સૈનિકોની પ્રશંસા
PLA
એ કહ્યું હતું કે મે 2020માં ભારતીય સેનાની ઉશ્કેરણીનો સામનો કરતા ચેન જિયાનગ્રોન્ગ અને બીજા ચીની સૈનિકોએ સંઘર્ષ કર્યો અને તેમને પાછા ફરવા માટે મજબૂર કર્યા. ચેને તેમની ડાયરીમાં લખ્યું છે, જ્યારે દુશ્મનોએ અમારો સામનો કર્યો તો અમારામાંથી કોઈપણ ન ભાગ્યું. તેમના પથ્થરના હુમલા વચ્ચે અમે તેમને દૂર સુધી ધક્કો આપ્યો.

જૂન 2020માં ભારતીય સેનાએ LAC પર ટેન્ટનું નિર્માણ કર્યું. ચીની સેનાના રેજિમેન્ટ કમાન્ડર ક્યૂઈ ફાબાઓ અમુક સૈનિકો સાથે વાતચીત કરવા માટે ગયા હતા. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અટકાવવા માટે પહેલાં કરતાં વધુ સૈનિકોને તહેનાત કરી દીધા હતા.

સિન્ધુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિયાન ફેંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે ચીને આ ઘટનાની ડિટેલ સામે લાવવાનો નિર્ણય કર્યો છે, જેથી ગત વખતના દાવાનું ખંડન કરી શકાય, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનના ઘણા સૈનિકોને નુકસાન થયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post