• Home
  • News
  • ચીની અબજોપતિ જેક મા હત્યાના ડરથી જાપાન ભાગી ગયા:ટોક્યોમાં કોઈ તેમને ઓળખે નહીં તે માટે પેઇન્ટિંગ કરી સમય પસાર કરે છે
post

વિશ્વભરમાં સુપરસ્ટાર હતા જેક મા, આ છબી દુશ્મન બની

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:08:51

ચીનમાં જિનપિંગ સરકારની ટીકા કર્યા બાદ ગાયબ થઈ ગયેલા દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક મા ટોક્યોમાં છે. અમેરિકન અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર તે ટોક્યોમાં ખૂબ જ લો પ્રોફાઇલ રાખે છે. જેકના રહેઠાણથી વાકેફ લોકોએ જણાવ્યું કે તે ચીનથી પોતાનો પર્સનલ શેફ અને સિક્યોરિટી પણ લાવ્યા છે.

જેક મા ચીન સરકારની નીતિઓની ટીકા કર્યા બાદ જિનપિંગના નિશાના પર આવ્યા હતા. એવી આશંકા હતી કે ચીનની સરકાર તેમની હત્યા કરી શકે છે. જેક માની કંપની 'એન્ટ ગ્રુપ'નો વિશ્વનો સૌથી મોટો IPO પણ અટકાવી દેવામાં આવ્યો અને અબજો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. આ સમગ્ર ઘટના બાદ જેક મા ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ તે જાહેરમાં જોવા ન મળ્યા.

નવેમ્બર 2020માં તેમણે છેલ્લુ ટ્વીટ કર્યું હતું અને તેમનો એક વીડિયો 2021માં સામે આવ્યો હતો. વીડિયોમાં જેક કહી રહ્યા છે કે મહામારી ખતમ થયા પછી ફરી મળીશું.

જાપાનમાં પેઇન્ટિંગ કરીને સમય પસાર કરી રહ્યા છે

જાપાનના મોડર્ન આર્ટ સીનથી જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેઓ સમય પસાર કરવા માટે વોટર કલર પેઇન્ટિંગ કરે છે. ચીની સરકારના ક્રેકડાઉન પછી જેક માને સ્પેન અને નેધરલેન્ડ જેવા દેશોમાં પણ જોવા મળ્યા હતા. એક વર્ષ પહેલા નેધરલેન્ડમાં તેમની એક તસવીર પણ સામે આવી હતી.

મીટિંગની કહાની જ્યાં વાત બગડી હતી
જેક મા 24 ઓક્ટોબર 2020ના રોજ એક મીટિંગ દરમિયાન ટાર્ગેટમાં આવ્યા હતા. આ બેઠકમાં ચીનની રાજનીતિ અને અર્થવ્યવસ્થાના મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં જેક માએ ચીની બેંકોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ચીની બેંકો ફંડિંગ માટે અમુક મોર્ગેજની માંગ કરે છે. જેના કારણે નવી ટેક્નોલોજીને ફંડ મળતું નથી અને નવા પ્રયોગો અટકી જાય છે.

તેમણે ચીનના નિયમોને માર્ગમાં અવરોધક ગણાવ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને જેક માના શબ્દો વિશે ખબર પડી તો તેઓ નારાજ થઈ ગયા. તેમણે જેક માને ગાયબ થવાનો આદેશ આપ્યો. અહીંથી જ ચીનની જિનપિંગ સરકારના તમામ અધિકારીઓ ચાલીસ ચોરોની જેમ અલીબાબા ફાઉન્ડરની પાછળ લાગી ગયા હતા.

આવી રીતે લખાઈ જેક માની બરબાદીની કહાની

·         પહેલા ચીને ઓક્ટોબર 2020માં જેક માના એન્ટ ગ્રુપનો 37 બિલિયન એટલે કે લગભગ રૂ. 2.7 લાખ કરોડનો IPO રોક્યો હતો. ત્યારબાદ થોડા દિવસો બાદ જ ચીને 'એન્ટિ ટ્રસ્ટ નિયમ' બનાવ્યા. આ અંતર્ગત અલીબાબા સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કારણે અલીબાબાના માર્કેટ કેપમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો.

·         જેક માને પાઠ ભણાવવા માટે ચીન એ હદ સુધી ગયું કે તેની સેન્ટ્રલ બેંક એન્ટ ગ્રુપના અધિકારીઓને ક્રેડિટ, ઈન્સ્યોરન્સ અને મની મેનેજમેન્ટને લગતી ભૂલોને દૂર કરવા માટે નવા નિયમો હેઠળ તેમનો આખો બિઝનેસ રજીસ્ટર કરાવવા માટે કહ્યું. જો કોઈ ક્ષતિ થાય તો કંપનીના અધિકારીઓની સીધી જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી.

·         ક્વાર્ટઝના જણાવ્યા મુજબ વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપનીમાંની એકનું રી-સ્ટ્રક્ચર કરવાનો આ પ્રયાસ તેને દેવામાં ડૂબાડી દેશે. છતાં એન્ટ ગ્રુપના અધિકારીઓ તેને નકારી શક્યા નહીં.

વિશ્વભરમાં સુપરસ્ટાર હતા જેક મા, આ છબી દુશ્મન બની
જેક માના ઈ-કોમર્સ અને ફિનટેક બિઝનેસ નક્કી કરતા હતા કે ચીની લોકો કેવી રીતે ખરીદી, ખર્ચ અને બચત કેવી રીતે કરશે. જેક મા ચીની ટેકનોલોજીના ચહેરા અને ચીનના અઘોષિત રાજદૂત તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. જેક માની અંગ્રેજી પરની કમાન્ડ અને સૌથી મિલનસાર વ્યક્તિત્વે તેમને અલગ બનાવ્યા. તેમના વીડિયો યુટ્યુબ પર વાઈરલ થયા હતા.

જેક દાવોસ જેવી આંતરરાષ્ટ્રીય સન્મેલમાં વારંવાર જતા હતા અને નેતાઓની જેમ ભાષણો આપતા હતા. ક્યારેક તે કંપનીના કાર્યક્રમોમાં માઈકલ જેક્સન જેવા પોશાક પહેરીને ડાન્સ કરતા, તો ક્યારેક તે શોર્ટ ફિલ્મોમાં પોતાનું કુંગ-ફૂ કૌશલ્ય બતાવતા. ક્વાર્ટઝ અનુસાર જેક મા ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. ચીનના સુપ્રીમ લીડર શી જિનપિંગ સાથે વધુ ચર્ચા પણ તેમના માટે જોખમ બની ગઈ.

adv

Related News

post
post
post
post
post
post
post