• Home
  • News
  • ક્રિસ ગેલે કહ્યું- 5 દિવસ ક્રિકેટ રમવું સૌથી મોટો પડકાર, તેમાં જીવન જીવવાનો અનુભવ મળે છે
post

ગેલે 103 ટેસ્ટમાં 42.19ની એવરેજથી 7215 રન બનાવ્યા છે. તેના નામે 300 વનડેમાં 10480 અને 58 T-20માં 1627 રન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:06:24

લિમિટેડ ઓવર્સના દિગ્ગજ ક્રિસ ગેલે ટેસ્ટ ક્રિકેટને સૌથી શ્રેષ્ઠ ફોર્મેટ ગણાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડરે કહ્યું કે, 5 દિવસ ક્રિકેટ રમવું સૌથી મોટો પડકાર છે. તેમાં જીવન જીવવાનો અનુભવ મળે છે. ગેલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના ઓનલાઈન શો પર મયંક અગ્રવાલ સાથે વાત કરી હતી.

ઓપનર ગેલે 103 ટેસ્ટમાં 42.19ની એવરેજથી 7215 રન બનાવ્યા છે. તેના નામે 300 વનડેમાં 10480 અને 58 T-20માં 1627 રન છે. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 125 મેચમાં 4484 રન બનાવ્યા છે.

ટેસ્ટ મુશ્કેલ પરિસ્થિતિમાં લડવાનું શીખવે છે
ગેલે કહ્યું, "ટેસ્ટ ક્રિકેટ શ્રેષ્ઠ છે. આ ફોર્મેટ તમને જીવન જીવવાનો અનુભવ શીખવાની તક આપે છે, કારણ કે 5 દિવસ સુધી ક્રિકેટ રમવું એક પડકાર છે. તે તમને ઘણી વખત તપાસે છે કે શું તમે જે કર્યું તેનાથી તમે શિસ્તબદ્ધ છો. તે તમને મુશ્કેલ પરિસ્થિતિમાં લડવાનું અને જીતવાનું પણ શીખવે છે."

ખેલાડીને ઘણી તકો મળશે, નિરાશ ન થાય
ગેલે કહ્યું, ટેસ્ટ ક્રિકેટ તમને તમારી સ્કિલ્સ અને મેન્ટલ ફિટનેસને  ચેક તક આપે છે. ફક્ત સમર્પિત રહો, તમે જે કરો છો તેનો આનંદ લો. હંમેશાં યાદ રાખવાની એક વાત એ છે કે જો એક વસ્તુ કામ નથી કરતી, તો તમને ઘણી વધુ તકો મળશે. તેથી જો ક્રિકેટરો સફળ ન થાય, તો નિરાશ ન થાવ.

સચિનની નિવૃત્તિ પર ગેલ રડ્યો
સચિન તેંડુલકરે 2013માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે તેની છેલ્લી અને 200મી ટેસ્ટ મેચ રમી હતી. મેચ બાદ એક સ્પીચ આપી હતી, જેને સાંભળીને ગેલ રોવા લાગ્યો હતો. આ ખુલાસો તાજેતરમાં કેર્ક એડવર્ડ્સ કર્યો હતો. આ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 126 રને હરાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post