• Home
  • News
  • નાગરિકતા કાયદાની જરૂર ન હતી, પરંતુ તે ભારતનો આંતરિક મામલો: શેખ હસીના
post

બાંગ્લાદેશના વિદેશમંત્રીએ NRC-CAA ના મુદ્દે ગત વર્ષે તેમનો ભારત પ્રવાસ રદ્દ કરી નાખ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 09:09:43

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ નાગરિકતા કાયદા (સીએએ) અંગે કહ્યું કે તેની જરૂર તે સમજી શક્યા નથી. કાયદાની જરૂર નહતી. હસીનાએ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું 'બાંગ્લાદેશે હંમેશા એવું માન્યું છે કે એનઆરસી અને સીએએ ભારતનો આંતરિક મામલો છે અને ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત યાત્રા દરમિયાન તેમણે અંગત રીતે મામલે વડાપ્રધાન મોદીને ખાતરી પણ આપી હતી. હસીનાએ કહ્યું કે હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી ઘનિષ્ઠ સંબંધો છે. ઘોષે કહ્યું- એનઆરસી થશે,બંગાળમાંથી એક કરોડ બાંગ્લાદેશીઓને પરત મોકલીશું. ભાજપના પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશભરમાં એનઆરસી લાગૂ કરશે અને પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે રહેતા એક કરોડ બાંગ્લાદેશી મુસલમાનોને પરત મોકલી દેવાશે. ઘોષે ઉત્તર 24 પરગણામાં એક રેલીમાં વાત કરી. નોંધનીય છે કે પીએમ મોદી કહી ચૂક્યા છે કે એનઆરસી અંગે કોઇ વાત થઇ નથી.

શેખ હસીના અત્યારે દુબઈમાં છે. તેમણે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમને નથી ખબર કે ભારત સરકારને કાયદાની જરૂરિયાત કેમ પડી? હસીનાનું નિવેદન બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેનના નિવેદનના એક અઠવાડિયા બાદ આવ્યું છે. તેમણે કહ્યું હતું- NRC-CAA ભારતના આંતરિક મુદ્દા છે પરંતુ દેશમાં કોઇ પણ અનિશ્વિતતાથી પાડોસીઓ પ્રભાવિત થાય તેવી સંભાવના હોય છે.

NRC-CAA થી ભારતીય નાગરિકોને પરેશાની
હસીનાએ કહ્યું- ભારતમાંથી કોઇ રિવર્સ માઇગ્રેશન થયું નથી. પરંતુ કાયદાથી ભારતીય નાગરિકોને પરેશાની થઇ રહી છે. વર્તમાન સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો છે. બન્ને દેશો ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને વ્યક્તિગત રીતે કાયદાને લઇને આશ્વાસાન આપ્યું હતું. ગલ્ફ ન્યૂઝ પ્રમાણે બાંગ્લાદેશની 16 કરોડ વસ્તીમાં 10.7 ટકા હિન્દુ અને 0.6 ટકા બૌદ્ધ છે. પરંતુ તેના લીધે માઇગ્રેશન થયું નથી.

બિન-બાંગ્લાદેશી અમારા દેશમાં આવશે તો ભગાડી દઇશું- મોમેન
બાંગ્લાદેશના વિદેશમંત્રી મોમેને ગત મહિને ભારત સરકાર પાસેથી ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોની યાદી પણ માંગી હતી જેમને પાછા બાંગ્લાદેશ આવવાની અનુમતિ આપી શકાય. જોકે તેમણે પણ કહ્યું હતું કે જો કોઇ બિન બાંગ્લાદેશી CAA અને NRCની આડમાં આવવાની કોશિષ કરશે તો તેને ભગાડી દેવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post