• Home
  • News
  • ટ્રેંડમાં દાવો - કોરોના માત્ર 2 મહિનાનો મહેમાન, ગુજરાતમાં 2.50 લાખ સાજા થયા, એપ્રિલ પછી પહેલીવાર અમદાવાદમાં કોઈ મોત નહીં
post

18 જિલ્લામાં એક્ટિવ કેસ 50થી ઓછા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:06:51

ગુજરાતમાં દસ મહિના પછી કોરોના વિરુદ્ધના જંગમાં ઘણાં સારા સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં કોરોના ઝડપથી ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા 30 દિવસના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, માર્ચ સુધી આ મહામારી લગભગ ખતમ થઈ શકે છે. સૌથી સુખદ સમાચાર રાજ્યમાં મૃત્યુનું હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદથી છે. અહીં રવિવારે એક પણ મોત નોંધાયું ન હતું. 14 એપ્રિલ પછી પહેલીવાર આવું થયું છે.

કોરોનાના નવા કેસોની ગતિ ઘટી
એટલું જ નહીં, રાજ્યના અન્ય ત્રણ શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કોઈ કોરોના દર્દીનું મોત નથી થયું. બીજી તરફ, એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. એક મહિનામાં રાજ્યમાં એક્ટિવ કેસ 6100 જેટલા ઘટી ગયા છે, જ્યારે છેલ્લા 10 દિવસમાં તેની સંખ્યા 2400થી ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત નવા કેસોની ગતિ પણ ઘટી છે. રાજ્યના કોઈ પણ શહેરમાં હવે 100થી વધુ કેસ નથી મળી રહ્યા. 25 શહેર-જિલ્લા તો એવા છે, જ્યાં નવા કેસની સંખ્યા પાંચ કે તેનાથી પણ ઓછી છે. ડૉક્ટર્સ અને નિષ્ણાતોનું કહેવું છે કે, જો આપણે આગામી 20-25 દિવસ સુધી નિયમોનું ગંભીર પાલન કરીએ તો માર્ચ સુધી કોરોના ખતમ થઈ શકે છે.

કુલ રિક્વરી રેટ 96.51 ટકા થઈ
બીજી બાજુ, ગુજરાતમાં સતત સાતમાં દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 મે બાદ પહેલીવાર 412થી ઓછા કેસ નોંધાયા છે. આમ 8 મહિના બાદ 410 કેસ સામે આવ્યા છે. આ પહેલા 30મેના રોજ 412 કેસ નોંધાયા હતા. 704 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 50માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 96.51 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 99ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,376એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 50 હજાર 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

એક મહિનામાં થયેલાં ફેરફાર સારા સંકેત

તારીખ

નવાકેસ

એક્ટિવ કેસ

મૃત્યુ

રિકવરી રેટ

24 ડિસે.

990

10841

8

93.69%

24 જાન્યુ

410

4665

1

96.51%

18 જિલ્લામાં એક્ટિવ કેસ 50થી ઓછા
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 33 જિલ્લાઓમાંથી 18 જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસ વધ્યા છે. અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, સોમનાથ, ખેડા, નર્મદા, પંચમહાલમાં 50થી ઓછા કેસ છે જ્યારે છોટાઉદેપુર, ડાંગ, મહિસાગર, નવસારી, પાટણ, પોરબંદર, તાપી, વલસાડમાં 10 અને તેથી પણ ઓછા કેસ છે. અમદાવાદમાં એક્ટિવ કેસ 1000થી વધારે છે. સુરત અને રાજકોટમાં 600થી વધારે જ્યારે વડોદરામાં 800થી વધારે એક્ટિવ કેસ છે.

10 દિવસમાં આમ ઘટ્યો કોરોના

તારીખ

કેસ

મૃત્યુ

રિકવરી

24 જાન્યુઆરી

410

1

704

23 જાન્યુઆરી

423

1

702

22 જાન્યુઆરી

451

2

700

21 જાન્યુઆરી

471

1

727

20 જાન્યુઆરી

490

2

707

19 જાન્યુઆરી

485

2

709

18 જાન્યુઆરી

495

2

700

17 જાન્યુઆરી

518

2

704

16 જાન્યુઆરી

505

3

764

15 જાન્યુઆરી

535

3

738

14 જાન્યુઆરી

570

3

737

 

adv

Related News

post
post
post
post
post
post
post