• Home
  • News
  • મહારાષ્ટ્રમાં શિંદે જૂથની રણનીતિની સ્પષ્ટતા:શિવસેનાના બળવાખોરો ઉદ્ધવ સરકારને બદલે NCPના ડેપ્યુટી સ્પીકરની પાછળ કેમ પડ્યા છે?
post

ભાજપનો હેતુ માત્ર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો જ નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:24:17

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય સંઘર્ષમાં સોમવારે મોટો વળાંક આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઈ સુધી ગેરલાયક ઠેરવવા પર રોક લગાવી દીધી છે. શિંદે જૂથના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જ્યારે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ હોય તો તે બીજાને કેવી રીતે અયોગ્ય ઠેરવી શકે છે. બીજી તરફ, શિંદે જૂથ વારંવાર તેમની પાસે પુરતું સંખ્યાત્મક બળ હોવાનો દાવો કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે શિંદે જૂથ અને ભાજપ પાસે બહુમતી છે તો પછી આ લોકો રાજ્યપાલ પાસે ફ્લોર ટેસ્ટની માંગ કેમ નથી કરી રહ્યા? ઉદ્ધવ સરકારા બદલે NCPના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલની પાછળ કેમ પડી ગયા છે?

 

સવાલ-1: ઉદ્ધવ સરકારને બદલે ડેપ્યુટી સ્પીકરની પાછળ કેમ પડ્યું છે શિંદે જૂથ?

જુઓ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષનું પદ છેલ્લા 9 મહિનાથી ખાલી છે. બંધારણીય વ્યવસ્થા હેઠળ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકરનું કામ જોઈ રહ્યા છે. નરહરી NCPના ધારાસભ્ય છે. શિંદે જૂથ પહેલાથી જ 24 જૂને જ બંધારણની કલમ 179 હેઠળ ડેપ્યુટી સ્પીકરને પદ પરથી હટાવવાની નોટિસ આપી ચૂક્યું છે. આના એક દિવસ પહેલા જ શિવસેનાએ 12 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવા માટે ડેપ્યુટી સ્પીકરને અરજી આપી હતી.

આ પરથી શિંદે જૂથની વ્યૂહરચના સ્પષ્ટપણે દેખાય છે. શિંદેનો પહેલો હેતુ નરહરિ જીરવાલને ડેપ્યુટી સ્પીકરની ખુરશી પરથી હટાવીને તેમની પાસેથી સ્પીકરની સત્તા છીનવી લેવાનો છે. આ માટે શિંદે જૂથને પહેલા 14 દિવસની નોટિસ આપવી પડશે, જેની શરુઆત તેમણે 4 દિવસ પહેલા કરી દીધી છે. આ પછી તરત જ આ જૂથ ડેપ્યુટી સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માંગે છે.

આ માટે શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભાના કુલ 287 ધારાસભ્યોમાંથી 144 ધારાસભ્યોની જરૂર છે. અત્યારે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, શિંદે જૂથ અને ભાજપની સંયુક્ત સંખ્યા 168 છે. એટલે કે, 144ના જરૂરી આંકડા કરતાં 24 વધુ. જો શિંદે જૂથ આ વ્યૂહરચનામાં સફળ થાય છે અને ઉદ્ધવ ઠાકરે ડેપ્યુટી સ્પીકરને બચાવી શકશે નહીં, તો લોકશાહીનાં અભિપ્રાય મુજબ, તેમણે રાજીનામું આપવું પડી શકે છે.

અહીં, ડેપ્યુટી સ્પીકરને હટાવવાની સાથે જ શિંદે તેમના જૂથને મળશે અથવા ભાજપના વરિષ્ઠ ધારાસભ્યને વિધાનસભાના સ્પીકર બનાવશે. જો ઉદ્ધવ રાજીનામું નહીં આપે તો શિંદે તરત જ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. પોતાના સ્પીકર હોવાની સાથે શિંદે જૂથ પક્ષપલટાની કાર્યવાહીથી બચવાની સાથે આ અવિશ્વાસ પ્રસ્તાવને સરળતાથી પાસ કરાવી લેશે.

ઉદ્ધવ સરકારનું પડવાની સાથે જ શિંદે જૂથના આધારે દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. સંખ્યાબળનાં આધાર પર રાજ્યપાલને પણ ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં પણ કોઈ મુશ્કેલી નહીં પડે.

સવાલ-2 : શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં ડેપ્યુટી સ્પીકર સામે શું દલીલો કરી?

સુપ્રીમ કોર્ટમાં શિંદેનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ નીરજ કિશન કૌલે કહ્યું છે કે સ્પીકરની પાસે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીઓ પર નિર્ણય લેવાનો બંધારણીય અધિકાર હોય છે, આવી સ્થિતિમાં તે સ્પીકરની પાસે બહુમતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યારે સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પેન્ડીંગ હોય, ત્યારે સીટીંગ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવીને વિધાનસભામાં બદલવ કરવો તે કલમ 179(C)નું ઉલ્લંઘન છે. આ મામલે બિનજરૂરી ઉતાવળ દાખવવામાં આવી, સૌથી મોટો સવાલ એ છે કે શું સ્પીકર આ મામલાને કેવી રીતે જુએ છે, પહેલા તેમને હટાવવાની નોટિસ વિશે વાત થવી જોઈએ.

સવાલ-3 : શું ભાજપ કે શિંદે જૂથે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ માટે અપીલ કરી છે?

એકનાથ શિંદે શિવસેનાના બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યોને પોતાની તરફેણના કરી ચુક્યા છે. આમ છતાં શિંદે દ્વારા હજી સુધી સીએમ ઉદ્ધવ ઠાકરેના ફ્લોર ટેસ્ટની માંગને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનો સંપર્ક કરવામાં આવ્યો નથી.

23 જૂને એકનાથ શિંદે વતી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં બળવાખોર ધારાસભ્યોએ લખ્યું કે અમે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છીએ અને શિવસેનાનો ભાગ છીએ. આમાં એકનાથ શિંદે જ મહારાષ્ટ્ર શિવસેના ધારાસભ્ય દળના નેતા અને ભરત ગોગાવલેને શિવસેના વિધાનસભાના મુખ્ય પ્રતિનિધિ તરીકે જણાવાયા હતા. જો કે, તેમાં બહુમતી સાબિત કરવાની વાતનો કોઈ ઉલ્લેખ નહોતો. જ્યારે, ભાજપે હજુ સુધી રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી નથી.

સવાલ-4 : જો ફ્લોર ટેસ્ટ થશે તો કોની બનશે સરકાર?

હાં, વર્તમાન સ્થિતિથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને શિંદે જુથની પાસે બહુમત છે. ભાજપની પાસે 106 ધારાસભ્ય છે અને અપક્ષમાં 13 ધારાસભ્યનું સમર્થન છે. એટલે કે ભાજપ પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે, એકનાથ શિંદે તેમની સાથે 49 ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે, જામાં શિવસેનામાં 39થી વધુ ધારાસભ્યો સામેલ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠક છે. જો કે હાલમાં 287 ધારાસભ્યો છે. આ કિસ્સામાં, બહુમતીનો આંકડો 144 છે. જો ભાજપ અને શિંદે સમર્થકોને ઉમેરીએ તો આ આંકડો 168 થાય છે, જે બહુમતી કરતા 24 વધુ છે.

 

સવાલ-5 : આ સ્ટ્રેટેજીથી ભાજપને શું ફાયદો થશે?

આ સમગ્ર રાજકીય કટોકટી પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપનો હેતુ માત્ર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો જ નહીં, પરંતુ તે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને નબળા પાડવા પણ માંગે છે.આ જ કારણ છે કે ભાજપ ઇચ્છે છે કે શિંદે જૂથને શિવસેનાનું નિશાન મળી જાય. તેનાથી ભાજપને આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શિવસેનાનો સામનો કરવાનું પણ સરળ રહેશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post