• Home
  • News
  • ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ:ICU વોર્ડની આગમાં કોરોનાના 5 દર્દી ભડથું થતાં CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું, ACS એ. કે. રાકેશને તપાસ સોંપાઈ
post

આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:31:02

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

દર્દીઓને અન્ય હોસ્પિટલ શિફ્ટ કરાયા
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. કોઈપણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.

 

પાંચ ભડથું થયા
ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

અગ્નિકાંડની ટાઇમલાઇનઃ
12.15
વાગ્યે ICU વિભાગનાં મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી. 12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો. 12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. 12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો. 12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. 1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યાં. 1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીઓએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો. 1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post