• Home
  • News
  • ‘CM’ની ખુરશી ડગવી ન જોઈએ:રાજકોટ આવેલા નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલને કલેક્ટર ઓફિસે બેસાડવા માટે ચાર વખત ખુરશી બદલવી પડી!
post

કારણ કે વ્હીલવાળી ખુરશી સુરક્ષાકર્મીએ નકારી તો કેટલીક સંતુલિત ન હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:39:34

નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલ મંગળવારે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. બેઠક ચાલતી હતી એ સમયે કચેરીમાં પ્રેસ-કોન્ફરન્સની તૈયારી થઈ રહી હતી, જેમાં સીએમને બેસવા માટે એક-બે નહીં, ચાર ખુરશી બદલાઇ હતી અને પાંચમી ખુરશીમાં સીએમ બેઠા હતા.

બધાએ એકસાથે હાથ લાંબા કરી કહ્યું, ‘અહીં બેસો
મુખ્યમંત્રી આવ્યા ત્યારે એક જ ખુરશી રાખવામાં આવી હોવાથી સાંસદ કુંડારિયા અને ધડુક તેમજ ધારાસભ્યો, અગ્રણીઓએ તમામે એક જ સાથે ખુરશી તરફ હાથ રાખીને મુખ્યમંત્રીને બેસવા માટે આમંત્રિત કર્યા હતા. મુખ્યમંત્રીએ બેસીને સાંસદને પણ બોલાવ્યા હતા, જોકે તમામે ઊભા રહેવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રીએ જ સંબોધન કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post