• Home
  • News
  • અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું CM યોગીએ ઉદઘાટન કર્યું:40 ફૂટ ઊંચી અને 14 ટન ભારે વીણા સ્થાપિત કરાઈ, PM મોદી આપશે સંદેશ
post

લતા મંગેશકર ચોકનું કન્સ્ટ્રક્શન દર્શાવવા માટે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:45:22

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નયાઘાટ ચોક હવે લતા મંગેશકર ચોક તરીકે ઓળખાશે. કોયલકંઠી લતા મંગેશકરના નામ પર સ્મૃતિ ચોકનું લોકાર્પણ બુધવારે સીએમ યોગીએ કર્યું. તેમની સાથે કેન્દ્રીય સંસ્કૃતિ જી કિશન પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લતા મંગેશકરનાં ભત્રીજા અને પુત્રવધૂ પણ હાજર રહ્યાં હતાં. તેમજ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો વીડિયો સંદેશો આપ્યો.કાર્યક્રમને લઈ ચોક અને રામકથા પાર્કને સુશોભિત કરવાની કામગીરી મંગળવારે દિવસભર ચાલુ રહી હતી.

લતા મંગેશકરની આજે 93મી જન્મજયંતી છે. લોકાર્પણ પહેલાં જ લતાજીને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. આ પછી તેમના ભત્રીજા આદિનાથ મંગેશકર અને પુત્રવધૂ કૃષ્ણા મંગેશકરે સ્વાગત કર્યું હતું. લતાજીનાં ગાયેલાં ભજનો મહારાષ્ટ્રના ગીતકાર સાવની રવીન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં.

લતા મંગેશકર ચોકનું કન્સ્ટ્રક્શન દર્શાવવા માટે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ ચોકને 30 દિવસમાં લગભગ 8.50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અયોધ્યા શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇન્સાઇક્લોપીડિયા ઓફ રામાયણનાં 11 પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે.

ચાલો... તમને લતા ચોકની વિશેષતા જણાવીએ...

·         લતા મંગેશકર ચોક 8.50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

·         સ્મૃતિ ચોકમાં લતા મંગેશકરનાં ભજનો ગુંજશે.

·         મા શારદાના વીણા સૂર સામ્રાજ્ઞી ચોકની ઓળખ બનશે.

·         વીણાની લંબાઈ 10.8 મીટર અને ઊંચાઈ 12 મીટર છે.

·         14 ટન વજનની વીણા બનાવવામાં 70 લોકો લાગ્યા હતા.

·         વીણા બ્રોન્ઝ અને સ્ટેઇનલેસ સ્ટીલમાંથી એક મહિનામાં બનાવવામાં આવી છે.

·         એના પર સરસ્વતી અને મોરનાં ચિત્રો કોતરવામાં આવ્યા છે.

·         પદ્મ પુરસ્કાર વિજેતા રામ સુતારે વીણાને ડિઝાઇન તૈયાર કરી છે.

·         વીણાની સાથે અન્ય શાસ્ત્રીય વાદ્યો પણ પ્રદર્શનમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post