• Home
  • News
  • સેરેનાની ગ્રાન્ડસ્લેમમાં 350મી જીત, 15 વર્ષની કોકો ગોફે વીનસને હરાવી; ઓસાકા અને ફેડરર પણ જીત્યા
post

અમેરિકાની સેરેના વિલિયમ્સએ રશિયાની અનસ્તાસિયા પોતાપોવાને 6-0, 6-3થી હરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:20:15

અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. સોમવારે મેલબોર્નમાં પહેલા રાઉન્ડમાં તેણે રશિયાની અનસ્તાસિયા પોતાપોવાને 6-0, 6-3થી 58 મિનિટમાં હરાવી હતી. સેરેનાની ગ્રાન્ડસ્લેમમાં 50મી જીત છે. 38 વર્ષીય સેરેના ટાઇટલ જીતે તો ઓસ્ટ્રેલિયાની પૂર્વ કપ્તાન માર્ગેટ કોર્ટની બરાબરી કરી લેશે.

બીજી તરફ અમેરિકાની 15 વર્ષની કોકો ગોફે 39 વર્ષીય વીનસ વિલિયમ્સને હરાવી હતી. કોકોએ 7-6(5), 6-3થી મેચ પોતાના નામે કરી હતી. બંને વચ્ચેના પ્રથમ સેટનું પરિણામ ટાઈબ્રેકરમાં આવ્યું હતું.

ઓસાકાએ બૂજકોવાને સીધા સેટોમાં હરાવી

ડિફેન્ડિંગ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે ચેક રિપબ્લિકની મેરી બૂજકોવાને 6-3, 6-2થી માત આપી હતી. બીજી તરફ ચેક રિપબ્લિકની પેન્ના કિતોવાએ તેના દેશની કેટરીન સિનિકોવા 6-1, 6-0ને માત આપી હતી.


ફેડરરે જોનસનને સતત ત્રીજીવાર હરાવ્યો

વર્લ્ડ નંબર 3 રોજર ફેડરરે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના સ્ટીવ જોનસનને હરાવ્યો હતો. તેણે મુકાબલો 6-3, 6-2, 6-2થી જીત્યો હતો. ફેડરરે સતત ત્રીજીવાર તેની સામે મેચ જીતી છે. તે અત્યાર સુધી જોનસન સામે એકપણ સેટ હાર્યો નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post