• Home
  • News
  • રંગબેરંગી નજારો:જાપાનનો પાર્ક 500 પ્રકારનાં 35 લાખ ફૂલોથી ખીલી ઊઠ્યો
post

અપીલ - જો પર્યટકો વધે તો પાર્કનું લાઈવ સ્ટ્રીમિંગ થાય

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 12:20:38

54 એકરમાં પથરાયેલો જાપાનનો કૂજુ ફ્લાવર પાર્ક ખીલી ઊઠ્યો છે. વસંત ઋતુ આવતા જ અહીં 500 પ્રકારના 35 લાખ ફૂલ ખિલી ઊઠ્યા હતા. પાર્ક શનિવારે પર્યટકો માટે ખોલી દેવાશે. જોકે સ્થાનિકોને ભય છે કે જો પર્યટકો વધશે તો તંત્ર પાર્કને ઉજ્જડ બનાવી દેશે. એટલા માટે લોકોએ અપીલ કરી હતી કે દરરોજ મર્યાદિત પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવે જેથી ભીડ એકઠી ન થાય. તેમ છતાં જો સંખ્યા વધશે તો પાર્કનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે અને ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે.

પાર્કની દેખરેખ કરતા 52 વર્ષીય મિસ્ટર એસાકી કહે છે કે પાર્ક માર્ચથી સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહે છે. ગત વર્ષે તેને ઉજાડવાની નોબત આવી હતી કેમ કે લોકો લૉકડાઉનમાં પણ લોકો અહીં ફરવા આવી રહ્યા હતા. સાથે જ કોરોનાના નિયમોનું પાલન પણ કરી રહ્યા નહોતા. તેના પછી તંત્રે પાર્ક બંધ કરી દીધો અને લોકો સુધી આ પાર્કનો નજારો પહોંચાડવા માટે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. ફોટા સોશિયલ મીડિયા અને વેબસાઈટ પર પોસ્ટ કર્યા હતા. તેનાથી પાર્ક ઉજ્જડ બનતા બચી ગયો. 23 હજારથી વસતી ધરાવતા તકેતા શહેરમાં દર વર્ષે 10 લાખ પર્યટકો પહોંચે છે.

ગત વર્ષે ટ્યૂલિપના 8 લાખ ફૂલ તોડી નંખાયા હતા
જાપાનના સકુરા શહેરમાં ફુરસુકા સ્કવેર પાર્ક 7 હજાર ચો.મીટર ક્ષેત્રમાં ફેલાયેલો છે. ગત વર્ષે અહીં ટ્યૂલિપના 100 પ્રકારના 8 લાખ ફૂલ ખીલ્યા હતા જેને તોડી નખાયા હતા. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે કોરોનાને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે ફૂલોને તોડી નખાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post