• Home
  • News
  • ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગનું 'કમબેક':ઝિમ્બાબ્વેના બ્રેન્ડને કહ્યું- ઈન્ડિયન બુકીએ મને પાર્ટીમાં બોલાવ્યો, મેં કોકેઇન લીધું ત્યારે વીડિયો ઉતાર્યો; પછી બ્લેકમેઇલ કરી ફિક્સિંગ કરાવ્યું
post

હવે કોઈપણ સજા મળે હું ભોગવવા તૈયાર છું- બ્રેન્ડન ટેલર

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:47:19

બુલાવાયો: ક્રિકેટ જગતમાં ફરી એકવાર સ્પોટ ફિક્સિંગનો વિવાદ ઊછળી રહ્યો છે. ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટર બ્રેન્ડન ટેલરે એક ઈન્ડિયન બુકી અને ઈન્ડિયન બિઝનેસમેનની ઘણી બધી પોલ ખોલી દીધી છે. તેને કહ્યું કે મારી સાથે પહેલી મુલાકાતમાં ઈન્ડિયન બુકી અને બિઝનેસમેને કોકેઈન ઓફર કર્યું હતું. ત્યારપછી મારો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરીને ઘણીવાર સ્પોટ ફિક્સિંગ સાથે જોડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટસ્ફોટ પછી ICC ટેલર સામે પ્રતિબંધ લાદી શકે છે.

ટેલરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે મને ઝિમ્બાબ્વેમાં T20 લીગ શરૂ કરવાનું કહીને ભારત બોલાવ્યો હતો. અહીં મને 15 હજાર ડોલર પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વે બોર્ડે અમને 6 મહિનાથી પૈસા આપ્યા નહોતા અને ભવિષ્યમાં રૂપિયા મળે એની પણ કોઈ સંભાવના જણાઈ રહી નહોતી. તેવામાં હું ભારત પહોંચી ગયો અને બિઝનેસમેન તથા એક સાથી જોડે ડિનરમાં સામેલ થયો હતો.

પાર્ટીમાં મેં કોકેઈન લીધું અને વીડિયો બની ગયો
ટેલરે વધુમાં જણાવ્યું છે કે પહેલા મને કોકેઈન અપાયું હતું અને પછી મારો વીડિયો બની ગયો છે. હું પાર્ટીમાં હતો ત્યારે અહીં ડ્રિંક્સ ચાલી રહ્યું હતું ત્યારે મને કોકેઈન ઓફર કરાયું હતું. ત્યાં હાજર બધા લોકો કોકેઈન લઈ રહ્યા હતા તો મેં પણ આનું સેવન કરી લીધું હતું. તેની બીજી સવારે તે બિઝનેસમેન મારા રૂમમાં આવ્યો અને મને મારો વીડિયો બતાવી દીધો હતો. તેણે મને ધમકી આપી કે હું જો તેમના માટે ઈન્ટરનેશનલ મેચ સ્પોટ ફિક્સ નહીં કરું તો મારો વીડિયો લીક કરી દેશે.

6 લોકોએ મને ઘેરી લીધો
ટેલરે વધુમાં જણાવ્યું કે હોટલના રૂમમાં 6 લોકોએ મને ઘેરી લીધો હતો, ત્યારપછી 15 હજાર ડોલર આપી મને સ્પોટ ફિક્સિંગ કરવા માટે કહેવાયું હતું. આની સાથે તેમણે મને કામ પૂરૂ થશે ત્યારે 20 હજાર ડોલર આપશે એવી વાત પણ કરી હતી. હવે આ સમયે મને મારો જીવ બચાવવો હતો એટલે મેં આ પૈસા લઈ લીધા, જેથી હું ઘરે પરત ફરી શકું.

4 મહિના પછી ICCને જાણ કરી
ટેલરે વધુમાં જણાવ્યું છે કે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી તબિયત ખરાબ હતી અને સ્ટ્રેસમાં હતો એટલે સતત દવા ખાઈ રહ્યો છું. ત્યાર પછી બિઝનેસમેન મારા પર દબાણ કરવા લાગ્યો કે જેટલા રૂપિયા આપ્યા છે એનું રિઝલ્ટ પણ મળવું જોઈએ. લગભગ 4 મહિના સુધી આ બધુ સહન કર્યા પછી બ્રેન્ડન ટેલરે આ અંગે ICCને જાણ કરી હતી.

હવે કોઈપણ સજા મળે હું ભોગવવા તૈયાર છું- બ્રેન્ડન ટેલર
બ્રેન્ડને પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે તે પોતાના પરિવારને સુરક્ષિત કરવા માંગતો હતો પરંતુ ICCએ વિલંબની દલીલ સ્વીકારી નહોતી. તેણે ઘણી મુલાકાતો અને અન્ય તપાસનો ભાગ બનવું પડ્યું હતું. ICC હવે મારા પર ઘણા વર્ષોનો પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે, હું એના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. છેલ્લા બે વર્ષ મારા જીવન માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે, તેથી હું આ મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

મોહમ્મદ આમીરે વર્ષ 2010માં ફિક્સિંગ કર્યું હતું
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે 2010માં લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન મેચ ફિક્સિંગ કર્યું હતું. મેચ દરમિયાન આ 18 વર્ષીય ખેલાડીએ ઘણા નો-બોલ ફેંક્યા હતા. ત્યાર પછી ઊભરતા બોલરને છ મહિના માટે ઈંગ્લેન્ડની જેલમાં રાખવામાં આવ્યો હતો. આ સિવાય તેના સામે પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post