• Home
  • News
  • શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન
post

પોતાની કોમેડી ટાઈમિંગ માટે જગદીપ જાણીતા હતા, તેમણે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:51:26

બોલિવૂડના મશહુર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું છે. ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને લીધે લાંબા સમયથી પથારીવશ હતા. ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.

400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું 
શોલે, કુરબાની, અંદાઝ અપના અપના, નગિના સહિત 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા. તેમના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ ફિલ્મોમાં સક્રિય છે

જાવેદના ટ્વિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે 
જગદીપના મૃત્યુ અંગે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમણે પોતાના સૂરમા ભોપાલીવાળો ડાયલોગ બોલી રહ્યા છે. આ વીડિયો 29 માર્ચ, 2018નો છે. તે જાવેદ જાફરીએ ટ્વિટ કર્યો હતો. તેમા તેઓ કહી રહ્યા હતા કે- "આવો હસતા-હસતા અને જાઓ હસતા-હસતા"

ફિલ્મ દો બીધા જમીનથી બન્યા કોમેડિયન
જગદીપે વર્ષ 1951થી અફસાના ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમા તેઓ ચાઈલ્ડ એક્ટર હતા. ત્યારબાદ તેમણે દો બીધા જમીનમાં કોમેડી રોલ કર્યો હતો. તેમણે 400થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post