• Home
  • News
  • કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન, લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર
post

કસરત કરતી વખતે જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે સવારે તેમનું નિધન થયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:08:23

Raju Srivastava Death: જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)નું નિધન થયું છે. થોડા દિવસો પહેલાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારે સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું છે. જોકે, થોડા દિવસો પહેલાં તેમને તાવ આવ્યો હતો અને તે સમયે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હોવાનું પણ ડોક્ટરોએ જણાવ્યું હતું. જોકે, આજે તેમના નિધનના સમાચાર સામે આવ્યાં છે.

બ્રેનમાં થઇ ઇંજરી-
રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યાને લાંબો સમય થઇ ગયો હતો. તેમના હાર્ટ એર પલ્સ લગભગ સામાન્ય કામ કરી રહ્યા હતા પરંતુ બ્રેનના એક ભાગમાં ઇંજરીના નિશાન છે. આ ઇંજરી મગજમાં ઓક્સિજન ન પહોંચવાના કારણે થઇ છે. શુક્રવારે 13 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવનો એમઆઇઆર કરાવવામાં આવ્યો હતો કે માથાના ભાગમાં ડાઘ જોવા મળ્યા. આ ડાઘને ડોક્ટર ઇંજરી બતાવી રહ્યા છે. 

એમઆઇઆરમાં દેખાતી ઇંજરી ઇજા પહોંચવાના કારણે થઇ નથી પરંતુ 10 તારીખે જીમમાં બેભાન થવાના કારણે 25 મિનિટ સુધી ઓક્સિજનની સપ્લાય અટકાઇ જવાનું છે. જોકે હાર્ટ એટેકની સાથે રાજૂની પલ્સ ચાલવી પણ લગભગ બંધ થઇ ગઇ હતી જેના કારણે બ્રેનમાં ઓક્સિજની સપ્લાય અટકી ગઇ હતી. જેના કારણે બ્રેનના આ ભાગને નુકસાન થયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post