• Home
  • News
  • કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી આપ્યું રાજીનામુ
post

રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી ખડગેના રાજીનામા બાદ તે પદ માટે પી. ચિદંબરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:12:00

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના અનુસંધાને તે માટે નામાંકન દાખલ કરનારા દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે 'એક નેતા એક પદ' આ નિયમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે. 

ઉદયપુર ખાતે યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં 2 પદ પર નહીં રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખડગેએ 30 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. 

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુકાબલો થવાનો છે. શુક્રવારે નામાંકન માટેના અંતિમ દિવસે શશિ થરૂર, મલ્લિકાર્જુન ખડગે અને કે. એન. ત્રિપાઠીએ અધ્યક્ષ પદ માટે નોમિનેશન કર્યું હતું. જોકે હસ્તાક્ષર સાથે સંબંધીત સમસ્યાના કારણે કેએન ત્રિપાઠીનું નામાંકન પત્ર રદ્દ કરી દેવાયું હતું. 

ઉમેદવારો 8મી ઓક્ટોબર સુધીમાં નામાંકન પાછું ખેંચી શકશે અને ત્યાર બાદ સમગ્ર તસવીર સ્પષ્ટ થશે. જો હવે બચેલા 2 નામમાંથી કોઈ નામ પાછું નહીં ખેંચે તો મતદાન પ્રક્રિયા શરૂ થશે. 

ખડગેને G-23ના નેતાઓનું સમર્થન

AICCના મુખ્ય કાર્યાલય ખાતે ખડગેએ નામાંકન દાખલ કર્યું તે સમયે પાર્ટીના અનેક નેતાઓ તેમના સાથે જોવા મળ્યા હતા. તે સમયે જી-23ના અનેક નેતાઓએ પણ ખડગેને સમર્થન આપ્યું હતું જેમાં પૃથ્વિરાજ ચવ્હાણ, મનીષ તિવારી અને ભૂપિંદર હુડ્ડાનો સમાવેશ થાય છે. 

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એ.કે. એન્ટની, અંબિકા સોની અને મુકુલ વાસનિક ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવક બન્યા છે. 

ખડગે કોંગ્રેસના સૌથી પ્રમુખ દલિત ચહેરાઓમાંથી એક છે. જો ખડગેનો વિજય થશે તો તેઓ સ્વતંત્રતા બાદ કોંગ્રેસના અધ્યક્ષ બનનારા દક્ષિણ ભારતના છઠ્ઠા નેતા બની જશે. મહત્વની વાત એ છે કે, તેઓ 2.5 દસકા બાદ કોંગ્રેસની કમાન સંભાળના ગાંધિ પરિવારના ન હોય તેવા પ્રથમ વ્યક્તિ બનશે. 

રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી ખડગેના રાજીનામા બાદ તે પદ માટે પી. ચિદંબરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post