• Home
  • News
  • સુરતમાં કોંગ્રેસની વચનોની લ્હાણી, 5 રૂપિયામાં ભોજન, કોરોના રસી મફ્ત અપાશે, કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી નોકરી આપવાની જાહેરાતો
post

સુરતને યુરોપ જેવી ગ્રીનરી સાથે પીવાનુ પાણી મફ્ત આપવાની જાહેરાત કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 10:21:52

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવા માટે અનેક જાહેરાતો કરાઈ રહી છે. કોંગ્રેસ દ્વારાચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. જેમાં મફત પાણીથી લઈને સસ્તું ભોજન અને કાયમી રોજગારી સહિતની અનેક જાહેરાતો કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકાએ જણાવ્યું હતું કે, 25 મુદ્દાનો નાગરિક અધિકાર પત્ર છે. 190 કરોડના બજેટથી શરૂઆત થયેલી સુરત મહાનગર પાલિકા આજે 6500 કરોડ સુધી પહોંચી એની પાછળ કોંગ્રેસનું પણ યોગદાન રહ્યું છે. દરેક વોર્ડમાં 5 રૂપિયાનું ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ સમસ્યાનું નિરાકરણ કરવાનું આયોજન કરાયું છે. સુરતને યુરોપ જેવી ગ્રીનરી બનાવવા માગીએ છે. પીવાનું પાણી ફ્રી કરી આપવાની સાથે કોરોનાની રસી પણ લોકોને મફત આપવાની કોંગ્રેસે જાહેરાત કરી છે.

મોંઘવારીથી ત્રસ્ત લોકોને સુવિધા અપાશે
કુદકે ને ભૂસકે વધતી મોંઘવારીને કારણે સુરતની પ્રજાને પરિવારને ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, વિના ધંધે, વિના રોજગારે, આરોગ્ય મોઘું, શિક્ષણ મોઘું, અન્ન મોળું, સુરત મહાનગરની પ્રજા વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. આર્થિક સંકડામણથી લોકો આપઘાત કરી રહ્યા છે, આવા સમયે કોંગ્રેસ પક્ષ સુરતની પ્રજા ઉપર ટેક્સરૂપી ભારણને ઓછામાં ઓછું કરીને સુરતની પ્રજાને સુરત મહાનગરપાલિકાના સત્તા સ્થાનેથી વધુમાં વધુ આર્થિક બળ પૂરું પાડવાના છે. મનોબળ તોડી પાડતા આરોગ્ય, શિક્ષણ અને રોજગારીમાં વધુમાં વધુ સુરતની પ્રજાને આર્થિક મદદરૂપ થવા કોંગ્રેસ પક્ષ તમામ વચનો પૂર્ણ કરવા અને સુરતની પ્રજાના સ્વપ્નને સાકાર કરવા કટિબંધ વ્યક્ત કરે છે.

કોંગ્રેસે 25 મુદ્દાની જાહેરાત કરી
કોંગ્રેસે 25 મુદ્દાની જાહેરાત કરતાં કહ્યું કે, પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હટાવીને કાયમી નોકરી અપાશે,મિલકતવેરાનું નવું માળખું ઉભું કરાશે,વિના મૂલ્ય મેડિક્લેઇમ પોલિસી, માલધારી ગોપાલક વસાહત (કોલોની) વસાવાશે, ઉચ્ચ શિક્ષણ માટે વિના વ્યાજનું ધિરાણ અપાશે, સેવા નિદાન અને સારવાર માટે દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક ઊભી કરાશે, સુરતી ભોજન પાંચ રૂપિયામાં અપાશે વિના વિદ્યાર્થી, મહિલા અને વૃદ્ધ તથા વિકલાંગોને મૂલ્ય સિટીબસમાં મુસાફરી આપવામાં આવશે.પાર્કિંગનો ઉકેલ લવાશે,પીવાનું પાણી મારો અધિકાર મફતમાં અપાશે,સ્વરોજગારીને પ્રોત્સાહ અપાશે,સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ,નાગરિક અધિકાર પત્ર,વિના મૂલ્ય કોરોના વેક્સિન, ખાણીપીણીના શોખીનો માટે વ્યવસ્થા કરાશે.કબજા રસીદવાળી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ કરાશે,વિધવા બહેનોને આવાસ અપાશે, નવા સમાવિષ્ટ વિસ્તારોને લાભ ઝડપથી અપાશે,સુરતમાં બાંધકામોને એફએસઆઈ (FSI)ની નડતી મુશ્કેલીઓને દૂર કરી મહત્તમ એફએસાઈ (FSI) આપવામાં આવશે.હીરા અને કાપડ ઉધોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ અપાશેપ્રાથમિક શાળાના ગરીબ વિધાર્થીઓને વિનામૂલ્વે ટેબ્લેટ અપાશે,પારર્શક વહીવટ આપની વાત કરાઈ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

·         અકસ્માત અને ફાયર ઇમરજન્સી માટે હેલીકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમરજન્સી સેવા શરૂ કરીશું

·         મિલકતવેરામાં 50%નો ઘટાડો

·         વરસાદી પાણીના નિકાલ માટે વિશ્વસ્તરીય સર્વિસ કોરીડોર બનાવીશું

·         ફ્રી વાઇફાઇ ઝોન સાથે શહેરમાં ફ્રી વાહન પાર્કિંગ આપીશું,

રહેણાંક

·         વિધવા બહેનોને આવાસ અપાશે

·         સુરતમાં બાંધકામોને એફએસઆઇ (FSI)ની નડતી મુશ્કેલીઓને દૂર કરી મહત્તમ FSI આપવામાં આવશે.

·         સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરાશે, કબજા રસીદવાળી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ કરાશે

હેલ્થ

·         સેવા નિદાન, સારવાર માટે દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક ઊભી કરાશે

·         પીવાનું પાણી મફતમાં આપવાનું આયોજન

·         સુરતી ભોજન 5 રૂપિયામાં અપાશે

રોજગાર

·         હીરા અને કાપડ ઉધોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ અપાશે

·         પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હટાવીને 24 કલાકમાં જ તમામ ખાલી જગ્યા પર ભરતી કરાશે, જેનું ધિરાણ અપાશે

શિક્ષણ

·         પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્વે ટેબ્લેટ અપાશે

પરિવહન

·         વિદ્યાર્થી, મહિલા અને વૃદ્ધ તથા વિકલાંગોને ફ્રીમાં સિટીબસમાં મુસાફરી આપવામાં આવશે

 

adv

Related News

post
post
post
post
post
post
post