• Home
  • News
  • કોંગ્રેસે લોકસભામાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો
post

સંસદના શિયાળુ સત્રમાં ગુરુવારે કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે લોકસભામાં વિરોધ વ્યક્ત કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-21 15:37:03

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં ગુરુવારે કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે લોકસભામાં વિરોધ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના સાંસદ નારાબાજી કરતા વેલમાં ઘુસી આવ્યા હતા. આ અંગે સ્પીકર ઓમ બિરલાએ તેમને ગૃહની મર્યાદા જાળવી રાખવાની અપીલ કરી હતી. કોંગ્રેસ ઈલેક્ટોરલ બોન્ડમાં પારદર્શિતાની માંગ કરી રહી છે.શશિ થરૂરે કહ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા વેપારી અને અમીર લોકો સત્તાધારી પાર્ટીને દાન આપીને રાજકારણમાં હસ્તક્ષેપ કરશે. તો બીજી બાજુ રાજ્યસભામાં પણ બોન્ડ અને પીયૂસી કંપનીઓની ભાગીદારી વેચવા સહિત અન્ય મુદ્દાઓ પર રાજ્યસભામાં હોબાળો થયો હતો.

શશિ થરૂરે કહ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા વેપારી અને અમીર લોકો સત્તાધારી પાર્ટીને દાન આપીને રાજકારણમાં હસ્તક્ષેપ કરશે. તો બીજી બાજુ રાજ્યસભામાં પણ બોન્ડ અને પીયૂસી કંપનીઓની ભાગીદારી વેચવા સહિત અન્ય મુદ્દાઓ પર રાજ્યસભામાં હોબાળો થયો હતો.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં કહ્યું કે,‘હું ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની તરફ ગૃહનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. બોન્ડ દ્વારા ભ્રષ્ટાચારને છુપાવાયો છે. આ યોજના ફક્ત ચૂંટણી સુધી સિમિત હતી, પણ 2018માં એક RTIમાં સામે આવ્યું છે કે સરકારે ઈલેક્ટોરલ બોન્ડ અંગે આરબીઆઈને બાયપાસ કરી દીધી હતી

કોંગ્રેસે એક અંગ્રેજી અખબારના રિપોર્ટના હવાલાથી આરોપ લગાવ્યો છે કે સરકાર RBIના સૂચન અને ચેતવણીઓને બાયપાસ કરી દીધી હતી. આ ઉપરાંચ ચૂંટણી પંચે 2017માં આ સ્કીમને આગળ વધારી દીધી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા પીએમઓએ ઈલેક્ટોરલ બોન્ડ વેચાણ માટે સ્પેશલ વિન્ડો ખોલવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાકે સ્કીમ માત્ર લોકસભા ચૂંટણી સુધી જ સીમિત હતી.ભાજપના સાંસદે મરાઠાવાડામાં કપાસ ખરીદ કેન્દ્ર ખોલવાની માંગ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post