• Home
  • News
  • સેલવાસ-વાપી રોડ પર વાઇન શોપને મંજૂરી મળે એ માટે 25 વર્ષ જૂનું શિવ મંદિર તોડી નાખતાં વિવાદ
post

ધાર્મિક લાગણી દુભાવનારા સામે કડક પગલાં ભરવા જિલ્લા કલેક્ટરને રાવ

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:52:33

સેલવાસ વાપી મેઈન રોડ પર એક વાઇનશોપને પરમિશન મળી રહે એ માટે 25 વર્ષ જૂના શિવજીના મંદિરને હટાવી દેતાં સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાતાં કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મંજૂરી માટે શિવાલય તોડી નાખ્યું
સેલવાસ નગરપાલિકાના સભ્ય સુમનભાઈ પટેલે સેલવાસ સૌભાગ્ય ઈન હોટલની સામે સાયોના હોસ્પિટલ તેમજ જિતલબારની બાજુમાં 25 વર્ષથી વધુ જૂનું મહાદેવ મંદિર આવેલું હતું, જેને એક વાઇન શોપને મંજૂરી માટે તોડી નાખવામાં આવતાં સ્થાનિકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવા અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી.

અસામાજિક તત્ત્વોએ સ્વાર્થ ખાતર મંદિર તોડ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીતાલ બારની બાજુમાં આવેલા મહાદેવ મંદિરમાં મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગ હતું. જે મંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી હતી, મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ, આરતી, સ્તુતિ કરતા હતા, પરંતુ અચાનક આ મંદિર, મૂર્તિ અને શિવલિંગ કોઈક અસામાજિક તત્ત્વો દ્વારા અથવા પોતાના સ્વાર્થ માટે સમજીવિચારીને આખું મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો
સેલવાસના તેમજ મંદિરના આજુબાજુમાં આવેલી સોસાયટીના ધાર્મિક શ્રદ્ધાળુ લોકોને ખૂબ જ આઘાત અને ઠેસ પહોંચેલી છે. તેનો વિરોધ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે, જેથી જેમણે પણ આવું નીંદનીય કૃત્ય કરેલું છે તેના પર પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં ભરી લોકોની ભાવનાને ધ્યાનમાં રાખી એનું ફરી નિર્માણકાર્ય કરવાની માગ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post