• Home
  • News
  • વેક્સિનેશન મામલે વિવાદ:સ્પેનની રાજકુમારીઓને યુએઈમાં ‘શાહી વેક્સિનેશન’, રાજાશાહી વિરુદ્ધ પ્રજાનો આક્રોશ વધ્યો, મંત્રીએ કહ્યું- દેશને અનુકરણીય વ્યવહારની જરૂર
post

રેપરને જેલમાં નાંખવા બદલ સ્પેનમાં દેખાવો શરૂ, શાહી પરિવારે આ આગમાં ઘી હોમ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 11:47:54

સ્પેનમાં શાહી પરિવારના અપમાન અને આતંકીઓના મહિમામંડન કરનારા પાબ્લો હસેલ નામના રેપરને ગયા મહિને જેલમાં નાંખી દેવાયો હતો. આ રેપરના સમર્થનમાં ત્યારથી દેશભરમાં ચાલુ થયેલું આંદોલન હજુ ચાલુ છે. હવે આ આંદોલનમાં બીજા પણ એક વિવાદે ઘી હોમવાનું કામ કર્યું છે. આ માટે જવાબદાર છે, સ્પેનની રાજકુમારીઓ.

વાત એમ છે કે, 57 વર્ષીય પ્રિન્સેસ એલિના અને 55 વર્ષીય પ્રિન્સેસ ક્રિસ્ટિનાએ અબુધાબીમાં તેમના પિતા અને પૂર્વ રાજા જુઆન કાર્લોસની મુલાકાત લીધી. તેમણે મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરી જેવા કેસમાં તપાસથી બચવા દુબઈમાં શરણ લીધી છે. આ દરમિયાન બંને રાજકુમારીઓએ કોરોના વેક્સિન પણ લીધી. આ પગલાંથી સ્પેનના લોકો ખૂબ જ ગુસ્સે થયા કારણ કે, રસીકરણ અભિયાન હેઠળ 80 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા અપાઈ રહી છે. સ્પેનમાં સેના વડા અને અનેક સરકારી અધિકારીઓએ વેક્સિન લેવા બદલ રાજીનામા આપવા પડ્યા છે. રાજકુમારીઓના આ પગલાંની સ્પેન સરકારે પણ ટીકા કરી છે.

સમાનતા વિભાગના મંત્રી ઈરેન મોન્ટરોએ કહ્યું કે, આ સમાચારથી રાજવી પરિવારની બદનામી થઈ છે. અન્ય એક મંત્રી પાબ્લો ઈગ્લેસિયસે કહ્યું છે કે, શાહી પરિવારમાં દર વખતે નવા ગોટાળા બહાર આવી રહ્યા છે. હવે સ્પેનમાં રાજાશાહીના મહત્ત્વને લઈને પણ ચર્ચા છેડાઈ છે. આરોગ્ય મંત્રી કૈરોલિના દરિયાસે કહ્યું છે કે, આ દેશને અનુકરણીય વ્યવહારની જરૂર છે. બીજી તરફ, બંને રાજકુમારીઓએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે, કોવિડ પાસપોર્ટના કારણે જ તેઓ તેમના પિતાને સરળતાથી મળી શકી છે. જોકે, આ પહેલા 2016માં મેનામ છેતરપિંડી કેસમાં ક્રિસ્ટિનાનું નામ ઉછળ્યું હતું. તેમાં કોર્ટે 2017માં તેમના પતિ ઈંકીને લાખો યુરોની છેતરપિંડી માટે દોષિત ઠેરવીને છ વર્ષની સજા સંભળાવી હતી. ગયા મહિને સ્પેનમાં હાલના રાજાની 15 વર્ષીય પુત્રી પ્રિન્સેસ લિયોનારને અભ્યાસ માટે યુ.કે. જવાના નિર્ણયથી પણ પ્રજામાં રોષ ફાટી નીકળ્યો હતો. આ માટે પ્રિન્સેસે રૂ. 67 લાખનો ખર્ચ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post