• Home
  • News
  • કોરોનાએ ચીનના કાંડા કાપ્યાં:કચ્છની સામેપાર સિંધ પ્રાંતમાં ચીનની મોટાભાગની યોજના અભેરાઇએ ચડી ગઇ; મહામારીને કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ
post

ગ્વાદર બંદર સિવાયના તમામ પ્રોજેક્ટની કામગીરી પણ બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:44:02

કોરોના મહામારી પહેલા ચીને પાકિસ્તાનમાં જમીનો લઇ કચ્છની સામેપાર પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જો કે કોરોનામાં આર્થિક સ્થિતિ ખરાબ થતા મુડી રોકાણમાં 54 ટકા ઘટાડો કરી નાખ્યો હોવાના વિશ્વાસપાત્ર સુત્રોમાંથી અહેવાલ મળ્યા છે. મોટાભાગના પ્રોજેક્ટ પણ અભેરાઇએ ચડી ગયા છે. માત્ર ગ્વાદર બંદર પર પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે. ​​​​​​

કોરોનાની પરિસ્થિતિએ ચીનના હાથ બાંધ્યાં
​વિસ્તારવાદી ચીને પાકિસ્તાનમાં 122 યોજનાઓ શરૂ કરી હતી, એમાં એક કાંકરે બે શિકાર કરવાનો હેતુ હતો. એક ભારતને ઘેરવું અને બીજું પાકિસ્તાનની જમીન પર કબજો કરવાનો. 122 પ્રોજેક્ટમાંથી માત્ર 32 પ્રોજેક્ટનો કામ શરૂ થયું હતું. જેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ અરબસાગર નજદીક અને કચ્છ સામેપાર સિંધમાં વધારે હતા. તમામ પ્રોજેક્ટ પર હાલ બ્રેક લાગ્યો છે. કોરોના પછી પેદા થયેલી સ્થિતિએ ચીનના હાથ બાંધી નાખ્યા છે.

ચીનનો હેતુ ભારતને ઘેરવાનો હતો
ચીનના વિદેશ મંત્રાલયના ઇન્ટરનેશનલ ઇકોનોમીક અફેર ડિપાર્ટમેન્ટના ડાયરેકટર વાંગ શિયાલોગે કબુલ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં સાૈથી ગંભીર અસર બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર પડી છે. 2016ની વાત કરીએ યોજના માટે 75 બિલિયન ડોલર ફાળવાયા હતા, 2020માં એ ઘટીને 3 બિલિયન ડોલર થઇ ગયો છે. બી.આર.આઇ.ના ટુંકા નામે જાણીતી ચીનની આ યોજના પાછળ ઇરાદો ભારતને ઘેરવાનો હતો. ચિન દાવો જરૂર કરે છે કે, કોરોના અને બીજી મુશ્કેલીઓથી કાંઇ ફેર પડ્યો નથી.

ચીનના મૂડી રોકાણમાં ઘટાડો થયો
સાચી વાત તો એ છે કે, ચીનની આર્થિક હાલત ખરાબ થઇ ગઇ છે. ચીનના મુડી રોકાણમાં જબરદસ્ત ઘટાડો થયો છે. ભારત પર દબાવ બનાવવા અને અરબસાગરમાં પોતાની હાજરી પુરાવા કચ્છ સામેપાર મોટાપાયે જમીનો લઇ લીધી અને આશો નવરાત્રિ દરમ્યાન પ્રસિધ્ધ યાત્રાધામ દેશદેવીના દ્વાર ભાવિકો માટે બંધ રાખવાની ફરજ પડી હતી. કોરોના વકરી રહ્યો છે ત્યારે માતાના મઢ ગ્રામપંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ પણ જાગીર ટ્રસ્ટના નિર્ણયને આવકાર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post