• Home
  • News
  • કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો:કોરોનાને કારણે એક જ દિવસમાં ગોંડલના SRP જવાન સહિત એક જ પરિવારના ત્રણ સભ્યનાં મોત
post

કોરોનાને કારણે મોતને ભેટેલા એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:47:51

કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનું અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે.

SRP જવાનનું ચૂંટણી ફરજ દરમિયાન તામિલનાડુમાં મોત
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવની કરુણતા એ છે કે એ જ દિવસે તેમના પિતા દોલતભાઇનું પણ તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદ ગામે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે બહેન મંગલબહેને પણ કોરોનાને કારણે દમ તોડ્યો હતો. આમ, એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દોલતભાઇ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમના વતનમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રના ભાષ્ટ ખાતે રહેતાં હતાં.

ત્રણ દિવસ પહેલાં દંપતીનું એક દિવસના અંતરે મોત થયું હતું
11 એપ્રિલે ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post