• Home
  • News
  • હીરા ઉદ્યોગ માટે કોરોના ઘાતક બન્યો, છેલ્લા 20 દિવસમાં 7 દલાલ, 3 વેપારી સહિત 12 ધંધાર્થીના મોત
post

વેપારીઓ અને દલાલોના મોત થતા બજારમાં ગભરાટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:53:00

સુરત: કોરોનાના કારણે હીરા ઉદ્યોગમાંથી ઘણા લોકોનો ભોગ લેવાયો છે. હીરા બજાર અનલોક-1માં ખુલ્યા બાદ ગાઈડ લાઈનનું પાલન યોગ્ય રીતે થયું નહીં હોવાથઈ સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી ગયું છે. આ સાથે અનલોક બાદ મૃત્યુમાં પણ વધારો થયો છે. વરાછા મીની હીરા બજાર સાથે સંકળાયેલા 7 દલાલો, 3 વેપારી અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીએ 20 દિવસમાં જીવ ગુમાવ્યો છે.

સૌરાષ્ટ્રવાસીઓ વતન ચાલ્યા જતા કેસ અને મોતમાં ઘટાડો
અનલોક-1 બાદ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં ઘોર બેદરકારીના કારણે કેસ અને મૃત્યુમાં વધારો થયો છે. હીરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને કામકાજ કરવા બાબતે જાગૃતિ નહી હોવાથી અને પાન માવા ખાઈને બજારમાં જ્યાંને ત્યાં પિચકારી મારવાની આદત સૌને નડી ગઈ છે. વરાછા સ્થિત ત્રણ હીરા બજારના મળીને 12 ધંધાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ તમામમાં મોટા ભાગના 50થી વધુ ઉંમરના છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાના કેસ અને મૃત્યુમાં હાલ ઘટાડો થયો તેનું કારણ સૌરાષ્ટ્રવાસીઓ વતન ચાલ્યા ગયા હોવાનું માનવામાં આવે છે. વતન તરફ હિજરત ન થઈ હોત તો આ આંકડો સંભવતઃ ખૂબ જ મોટો થયો હતો. જોકે, હીરા બજાર સાથે સીધી રીતે સંકળાયેલા આ વેપારી અને દલાલો સહિત કારખાનેદારોના પણ મોત થયા છે.

મીની બજાર, ચોક્સી બજાર અને માનગઢ ચોકમાં કામકાજ કરતા સંક્રમિત
મીની બજાર, ચોક્સી બજાર અને માનગઢ ચોકમાં કામકાજ કરતા વેપારી અને દલાલો ઉપરાંત બજારમાં જ પાનનો ગલ્લો ધરાવતા બે મળી કુલ 12 કોરોના સંક્રમિત થયા પછી ગણતરીના દિવસોમાં જ દમ તોડી દીધો છે. વેપારીઓ અને દલાલોના મોત થયા હોવાના કારણે બજારમાં ગભરાટ છે જેથી ત્યાં કામ કરવા પણ તૈયાર નથી.

હીરા બજાર 31મી સુધી સ્વૈચ્છિક બંધ
હારી ઉદ્યોગ સાથે સંકળાયેલા 1600 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. જેને લઈને હીરા બજાર સ્વૈચ્છિક બંધ કરવામાં આવ્યા છે. પહેલા 14 દિવસ બંધ રહ્યા બાદ 21થી 31 જુલાઈ સુધી ફરી મીની, ચોક્સી હીરા બજાર બંધ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post