• Home
  • News
  • દિલ્હીમાં ફરી વધ્યું કોરોનાનું જોખમ:સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટ પણ 7.72% પર પહોંચ્યો
post

દક્ષિણ કોરિયામાં છેલ્લા એક સપ્તાહથી અહીં દરરોજ સરેરાશ 2 લાખ કેસ આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-19 10:50:57

નવી દિલ્લી: દુનિયાની સાથે ભારતમાં પણ કોરોનાના નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દિલ્હીમાં કોરોનાના 501 કેસ નોંધાયા હતા. આ સાથે રાજધાનીમાં પોઝિટિવિટી દર વધીને 7.72% થઈ ગયો છે. આ પહેલાં રવિવારે 517 નવા કેસ નોંધાયા હતા, એટલે કે સોમવારે સતત બીજા દિવસે 500થી વધુ કેસ નોંધાયા હતા.

દિલ્હી ઉપરાંત હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા દિવસે હરિયાણામાં 234 અને યુપીમાં 115 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે સમગ્ર ભારતમાં કુલ 1144 નવા કેસ નોંધાયા છે.

11 અઠવાડિયાં પછી ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા
ભારતમાં સતત 11 અઠવાડિયાં સુધી ઘટ્યા પછી ગયા સપ્તાહના મધ્યમાં કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે. 11થી 17 એપ્રિલની વચ્ચે કોરોનાના 6,610 કેસ નોંધાયા છે, જ્યારે એક સપ્તાહ અગાઉ 4,900 કેસ નોંધાયા હતા.

યુપી સરકારનો નિર્ણય- કોરોના પોઝિટિવ સરકારી કર્મચારીને મળશે એક મહિનાની રજા
ઉત્તરપ્રદેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં લેતાં યાગી સરકારે એક આદેશ જાહેર કર્યો છે. CM યોગીએ આદેશ આપ્યા છે કે રાજ્યમાં કોરોના પોઝિટિવ સરકારી કર્મચારીને એક મહિનાની રજા આપવામાં આવશે. એટલું જ નહીં, કોરોના પોઝિટિવ વ્યક્તિનાં સંપર્કમાં આવનારને પણ 21 દિવસની રજા આપવામાં આવશે.

સરકાર તરફથી આપવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના પેઝિટિવ કર્મચારીના સંપર્કમાં આવેલા કે કન્ટેન્મેન્ટ ઝોનવાળા વિસ્તારમાંથી આવનારા સરકારી કર્મચારીઓ માટે પણ આકસ્મિક રજાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે કોરોનાનું જાખમ હજુ ખતમ સમાપ્ત થયું નથી. લોકોએ સલામત રહેવા માટે સાવચેતી રાખવી જોઈએ. આ પહેલાં ચીન અને અમેરિકામાં કોવિડના વધી રહેલા કેસ વચ્ચે આરોગ્ય મંત્રાલયે પાંચ રાજ્ય માટે ચેતવણી જાહેર કરી હતી.

ચીન-દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કેસ વધી રહ્યા છે
હાલમાં દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાન્સ, વિયેતનામ, ઇટાલી, ચીન, અમેરિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની આ નવી લહેર પાછળ 'સ્ટેલ્થ ઓમિક્રોન' હોવાનું કહેવાય છે. ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BA.2 અને XE વેરિયન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ભારતને કેટલું જોખમ છે?
ભારતમાં ત્રીજી લહેર ફેબ્રુઆરીથી સતત ઘટી છે અને નિષ્ણાતો માને છે કે દેશમાં નવી લહેર સમાપ્ત થઈ ગઈ છે. આ કારણસર, ભારતમાં કોવિડ પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે અને માસ્ક અને સામાજિક અંતરને લઈને સખતાઈ નહિવત્ છે, પરંતુ જ્યારે કોરોનાએ ચીન સહિત ઘણા વિકસિત દેશોમાં ફરી માથું ઊંચું કર્યું છે. એવામાં ભારતમાં પણ એના જોખમને નકારી શકાય તેમ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post