• Home
  • News
  • કોરોનાના નવા કેસમાં લગભગ 7 ટકા જેટલો વધારો નોંધાયો, જાણો લેટેસ્ટ અપડેટ
post

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના (Corona) ના કેસમાં લગભગ 7 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 10:16:53

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના (Corona) ના કેસમાં લગભગ 7 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 27 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 284 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. મંગળવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે નવા 25,404 દર્દીઓ નોંધાયા હતા. એક દિવસમાં 61 લાખથી વધુ કોરોના રસીના ડોઝ પણ આપવામાં આવ્યા છે. 

નવા 27 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 27,176 કેસ નોંધાયા છે. ગઈ કાલના આંકડા જોઈએ તો 7 ટકા જેટલા વધુ કેસ નોંધાયા છે. મંગળવારે 25,404 નવા દર્દીઓ નોંધાયા હતા. હાલ દેશમાં 3,51,087 દર્દીઓ સારવાર હેઠળ છે. 

284 લોકોના મૃત્યુ
સરકારે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 284 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,43,497 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 38,012 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,25,22,171 થઈ છે. 

એક દિવસમાં રસીના 61 લાખથી વધુ ડોઝ અપાયા
કોરોનાને નાથવા માટે દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન પણ ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં 75,89,12,277 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 61,15,690 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

કેરળમાં નોંધાયા આટલા કેસ
કેરળની વાત કરીએ તો નવા જે 27,176 કેસ નોંધાયા છે તેમાંથી 15,876 કેસ કેરળમાં નોંધાયેલા છે. જ્યારે 129 લોકોએ કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં જીવ ગુમાવ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post