• Home
  • News
  • સુરતમાં કોરોનાના ત્રણ મહિના અને 3 હજારથી વધુ કેસ, 201 કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમિત
post

સુરત શહેર જિલ્લામાં 3 મહિનામાં સરેરાશ રોજ 35 કેસ અને 23 દર્દી રિકવર થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:57:25

સુરત: કોરોના વાઈરસનો ગુજરાતમાં પહેલો કેસ સુરતમાં 19 માર્ચના રોજ નોંધાયો હતો. આજે સુરતમાં કોરોનાના પગ પેસારાને 3 મહિના થયા છે અને 3191 કેસ, 123 મૃત્યુ અને 2146 દર્દી રિકવર થયા છે. કોરોના મહામારી લીઘે સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જેહમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં કોરોના યોદ્ધા એવા 50 ડોક્ટર સહિત 112થી વધુ હેલ્થ કેર સ્ટાફ, 34 જેટલા પોલીસ જવાનો તથા 55 જેટલા પાલિકાના સ્ટાફ સહિત કુલ 201થી વધુ કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં એક કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાન મોતને ભેટ્યા છે.

સિવિલ, સ્મીમેર, ખાનગી હોસ્પિટલના ડોક્ટર સંક્રમિત
અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરનારા ડોક્ટર સહિતના 112થી વધુ હેલ્થ કેર સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના 17 ડોક્ટર તથા સ્મીમેરના પાંચ ડોક્ટર અને પાલિકાના હેલ્થ સેન્ટર સહિત ખાનગી હોસ્પિટલના 30 જેટલા ડોક્ટરોનો સમાવેશ થાય છે. જ્યારે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, આયા, સફાઈ કામદાર, 108ના કર્મચારી, વોચમેન, પટાવાળા, એમ્બ્યુલન્સના ચાલક સહિત શહેરના હોસ્પિટલ તથા દવાખાનાનો સ્ટાફ મળી કુલ્લે 112થી વધુ હેલ્થ કેર સ્ટાફ કોરોનામાં સપડાયો છે.

એક પોલીસ કર્મચારીનું મોત
આ ઉપરાંત મહાનગરપાલિકાના 55 જેટલા કર્મચારીઓ પણ સપડાયા છે. જેમાં અધિકારીઓ આરોગ્ય વિભાગના એસ એસ, આઈ એસ આઈ, સફાઈ કામદાર સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ ઝપેટમાં આવ્યા છે. આ સાથે પોલીસ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ, ASI, SRP, TRB, હોમગાર્ડ, રેલવે પોલીસ સહિતના 34 જેટલા પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા છે. જેમાં અગાઉ કતારગામમાં રહેતા અને મહિધપુરા પોલીસ મથકના ASI મોતને ભેટ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post