• Home
  • News
  • USમાં 57128 મોત, 55 વર્ષ પૂર્વે વિયેતનામ યુદ્ધમાં આટલાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા
post

અમેરિકામાં સૌથી વધુ દયનીય હાલ ન્યૂયોર્ક અને ન્યુજર્સીની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:48:43

વોશિંગ્ટન: 55 વર્ષ પૂર્વે વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના 58 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડાનો ઉલ્લેખ એટલા માટે કેમ કે કોરોનાના કારણે મંગળવોર અમેરિકામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 59 હજારને વટાવી ચૂકી છે. આખી દુનિયામાં અમેરિકા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોના ઈટાલી અને ચીનથી પણ વધુ ભયાવહ સ્તરે ફેલાયો છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. ગત 24 કલાકમાં જ અમેરિકામાં 1500 લોકો મૃત્યુ પામ્યા. ગત અનેક દિવસોથી અહીં દરરોજ 1000થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે. 


ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં જ 4 લાખથી વધુ કેસ 
અમેરિકામાં સૌથી વધુ દયનીય હાલ ન્યૂયોર્ક અને ન્યુજર્સીની છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી 3 લાખ કેસ મળી ચૂક્યા છે. જ્યારે 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ન્યુજર્સીમાં સવા લાખ પોઝિટિવ કેસ આવ્યા છે અને મૃત્યુનો આંકો અહીં 6 હજારને વટાવી ચૂક્યો છે. સમગ્ર અમેરિકામાં જેટલા મૃત્યુ થયા છે તેના 45 ટકા ફક્ત ન્યૂયોર્કમાં થયા છે. કેલિફોર્નિયા, મેસાચ્યુસેટ્સ, પેનસિલ્વેનિયા સતત હોટસ્પોટ બનેલા છે. 

ટોચના 7 દેશોમાં 66% કેસ અને 76 % મૃત્યુ

દેશ

કેસ

મૃત્યુ 

અમેરિકા

1035765

59266

સ્પેન

232128

23822

ઈટાલી

201505

27359

ફ્રાન્સ

165911

23660

જર્મની

159912

6314

યુકે

161145

21678

તૂર્કી

114653

2991

કુલ

20,71,019

1,65,090

 

adv

Related News

post
post
post
post
post
post
post