• Home
  • News
  • સર્જિકલ માસ્ક પર કોરોના એક અઠવાડિયું રહે છે, તેના સ્પર્શથી પણ બચો, શૉપિંગ બેગને એક દિવસ સુધી મૂકી રાખો, પછી જ ખાલી કરો
post

હોંગકોંગના વિજ્ઞાનીઓનું કોરોનાના વર્તનને લગતું સંશોધન લેસેન્ટ જર્નલમાં પ્રકાશિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:49:35

બેજિંગ: દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસથી બચવા ફેસમાસ્ક મહત્વનું સાધન છે. જોકે, લેસેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલું હોંગકોંગના વિજ્ઞાનીઓના સંશોધન અહેવાલમાં દાવો કરાયો છે કે, માસ્ક પર આ વાઈરસ એક અઠવાડિયા સુધી રહે છે.  યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકોનું કહેવું છે કે આ વાઈરસને અનુકુળ વાતાવરણ મળે તો તે વધુ સમય પણ જીવિત રહી શકે છે. કોવિડ-19 વાઈરસ કેવી રીતે વર્તન કરે છે એ શોધવા વિજ્ઞાનીઓએ એક ઓરડામાં જુદા જુદા પ્રકારની સપાટી પર જુદા જુદા તાપમાનમાં તેની ક્ષમતા કેટલી હોય છે, તેની નોંધ કરી હતી. 


આ સંશોધનથી માલુમ પડ્યું છે કે, પ્રિન્ટિંગ અને ટિસ્યૂ પેપર પર ત્રણ કલાકથી ઓછો સમય રહે છે. લાકડા અને કપડાં પર એક દિવસમાં મરી જાય છે, જ્યારે કાચ અને બેન્ક નોટ પર ચાર દિવસ જીવિત રહે છે. એવી જ રીતે, સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર તે ચારથી સાત દિવસ સુધી પણ ચોંટેલો રહે છે. સંશોધકોનું કહેવું છે કે અમારા આશ્ચર્ય વચ્ચે આ વાઈરસ સર્જિકલ માસ્ક પર સાતમા દિવસે પણ મળ્યો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post