• Home
  • News
  • ભારતમાં વર્ષના અંત સુધીમાં આવી શકે છે વેક્સીન, નાકમાં માત્ર એક ડ્રોપ નાખવું પડશે
post

કોરોફ્લૂ નામની આ વેક્સીન કોરોના સાથે ફ્લૂની પણ સારવાર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:07:24

નવી દિલ્હી. અમેરિકા અને ચીન દ્વારા કોરોના વેક્સીન સૌથી પહેલાં બનાવવાની સ્પર્ધા વચ્ચે જાણવા મળ્યું છે કે, હૈદરાબાદની એક વેક્સીન કંપની ભારત બાયોટેકે કોરોનાને ટક્કર આપવા માટે વેક્સીન તૈયાર કરી લીધી છે. અમેરિકામાં તેનું એનિમલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ત્રણથી છ મહિના સુધી ચાલનાર આ ટ્રાયલમાં સેફ્ટી સાબીત થશે તો ભારતમાં તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. 2020 પૂરું થતાં પહેલાં આ વેક્સીનનો ઉપયોગ શરૂ થઈ શકે છે.

આ વેક્સીન નોઝલ ડ્રોપ જેવી હશે. એટલે કે તેમાં માત્ર એક ડ્રોપ નાકમાં નાખવાનું હોય છે. કોરોફ્લૂ નામની આ વેક્સીન કોરોના સાથે ફ્લૂની પણ સારવાર કરશે. ભારત બાયોટેકના સીએમડી અને વૈજ્ઞાનિક ડૉ. કૃષ્ણા એલાએ જણાવ્યું કે કોવિડ-19નો વાયરસ નાક દ્વારા શરીરમાં પ્રવેશે અને ફેફસામાં પહોંચીને ઈન્ફેક્શન શરૂ કરે છે. તેથી આ વેક્સીન આપવા માટે પણ નાકનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. જેથી તે વાયરસ પર ઝડપથી અને વધારે અસર કરી શકે.

એક બોટલમાં 10-20 ડ્રોપ જ હશે
કંપનીએ નક્કી કર્યું છે કે, આ મલ્ટી ડોઝ વેક્સીન તરીકે તૈયાર કરવામાં આવી છે. એટલે કે એક જ બોટલમાં 10થી 20 ડ્રોપ જ હશે. જેથી તેને મેઈન્ટેઈન કરવામાં અને ડિલીવર કરવામાં સરળતા રહે. તેમણે કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આંગણવાડી અથવા આશા વર્કર કામ કરે છે તેઓ ઈન્જેક્શન ન આપી શકે તેથી તે આ વેક્સીન સરળ રીત અપાય તે વધારે મહત્વનું છે. નાકમાં માત્ર એક ડ્રોપ નાખવાની વેક્સીન હશે તો તે બાળકોને સરળતાથી આપી શકાય છે.

દર વર્ષે 30 કરોડ ડોઝ બનાવવાની તૈયારી
ડૉ. એલાએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું છે કે, કંપનીની તૈયારી ડિમાન્ડ પ્રમાણે દર વર્ષે 30 કરોડ ડોઝ બનાવવાની છે. ભારતમાં રેસ્પિરેટ્રી પેથોલોજીમાં કોઈ એક્સપર્ટ નથી. દેશમાં એનિમલ ટ્રાયલ અને જીન સિંથેસિસ સુવિધા ન હોવાના કારણે વેક્સીનનું એનિલમ ટ્રાયલ અમેરિકામાં કરવું પડે છે. તે માટે દુનિયાના સૌથી પ્રખ્યાત જાપાની વાયરોલોજિસ્ટ યોશીહીરો ક્વાઓકા અને અમેરિકાના વિસ્કોન્સિન મેડિસન યૂનિવર્સિટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું. યોશીહોરી ફ્લૂ વેક્સીનના વર્લ્ડ ઓથોરિટી છે અને યુનિવર્સિટીની ઈન્ફ્લૂઅંજા રિસર્ચ લેબમાં એનિમલ ટ્રાયલ માટે હાઈલેવલ બાયોસેફ્ટી સુવિધા હાજર છે.


યોશીહોરોએ M2SR નામની વેક્સીન ડેવલપ કરી છે અને જે શરીરમાં ફ્લૂ સામે પ્રતિરોધકતા ઉભી કરી છે. તેમની લેબમાં M2SRમાં જ સાર્સ કોવ-2ની જીન સીક્વન્સને જોડવામાં આવી છે. સાર્સ કોવ-2 જ આ વાઈરસ છે જે કોવિડ-19 રોગના કારણે છે. આ રીતે આ નવી વેક્સીન કોરોના વાઈરસ સામે પ્રતિરોધકતા ઉભી કરે છે. અમને નવી વેક્સીન માટે જે એનિમલ ટ્રાયલ માટે ઉંદરોની જરૂર છે તે દેશમાં હાજર જ નથી. અમેરિકાથી તેને આયાત કરવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેથી અમે વેક્સીનને ટ્રાયલ માટે અમેરિકા જ મોકલી દીધી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post